UNSC ની 5 અસ્થ્યાયી સીટો માટે આગામી મહિને થશે મતદાન, ભારતને સીટ મળવી ફાઇનલ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ કોરોના વાયરસ સંક્રમણને જોતા પોતાની પાંચ અસ્થાયી સીટો માટે આગામી મહિને નવી ચૂંટણી પ્રક્રિયા હેઠળ ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો છે અને એશિયા પ્રશાંત સીટ માટે એકમાત્ર દાવેદાર હોવાના કારણે ભારતને આ સીટ મળવાની ફાઇનલ છે.
સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ કોરોના વાયરસ સંક્રમણને જોતા પોતાની પાંચ અસ્થાયી સીટો માટે આગામી મહિને નવી ચૂંટણી પ્રક્રિયા હેઠળ ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો છે અને એશિયા પ્રશાંત સીટ માટે એકમાત્ર દાવેદાર હોવાના કારણે ભારતને આ સીટ મળવાની ફાઇનલ છે.
મહાસભાએ શુક્રવારે 'કોરોના મહામારી દરમિયાન પૂર્ણ બેઠક વિના ગુપ્ત મતદાન દ્વારા ચૂંટણી કરાવવાને પ્રક્રિયા સંબંધી એક નિર્ણય અંગીકાર કર્યો છે. આ નિર્ણય અનુસાર સુરક્ષા પરિષદના અસ્થાઇ સભ્યોની ચૂંટણી, તથા આર્થિક અને સામાજિક પરિષદના સભ્યોની ચૂંટણી પૂર્ણ સત્ર વિના જૂન 2020માં કરાવવામાં આવશે.
પાંચ અસ્થાઇ સભ્યો માટે 2021-22 સત્ર માટે ચૂંટણી 17 જૂનના રોજ થવાની હતી. ભારત અસ્થાઇ સભ્ય સીટના ઉમેદવાર છે અને એશિયા પ્રશાંત ગ્રુપથી એકમાત્ર ઉમેદવાર હોવાના નાતે તેની જીત નક્કી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની ઉમેદવારી ગત વર્ષે જૂનમાં એશિયા પ્રશાંત ગ્રુપિંગના 55 સભ્યોએ સર્વસંમત્તિથી અનુમોદન કર્યું હતું. તેમાં ચીન અને પાકિસ્તાન પણ સામેલ છે. ભારતના દ્વષ્ટિકોણથી ચૂંટણી પ્રક્રિયામાં કોઇપણ પ્રકારના બદલાવથી તેની ઉમેદવારી પર કોઇ અસર નહી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube