મોસ્કોઃ ડોપિંગ(Doping) અંગે સતત ચર્ચામાં રહેતા અને જેના ઉપર સતત નજર રાખવામાં આવે છે એવા રશિયાને(Russia) મોટો ફટકો પડ્યો છે. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી(World Anti Doping Agency-WADA) દ્વારા મોટા પ્રમાણમાં ડોપિંગના નિયમોનું(Doping Rules) ઉલ્લંઘન કરવા માટે રશિયાને(Russia) દોષી ઠેરવવામાં આવ્યું છે. જેના કારણે હવે તે આગામી ઓલિમ્પિક-2020(Olympic 2020), ફુટબોલ વર્લ્ડ કપ- 2022 (Football World Cup-2022) અને વિશ્વ ચેમ્પિયનશિપમાં(World Championship) ભાગ લેવા પર પ્રતિબંધ(Ban) લગાવી દેવાયો છે. રશિયા પર કુલ 4 વર્ષ સુધી(4 year ban) આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ ન લેવાનો પ્રતિબંધ લગાવાયો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા પર આ પ્રતિબંધની માહિતી તાસ ન્યુઝ એજન્સીએ જાહેર કરી છે. તેના અનુસાર વાડાએ પોતાની તપાસમાં જોયું કે, રશિયાએ(Russia) ડોપિંગના આંકડામાં(Doping Figures) મોટા પ્રમાણમાં હેરાફેરી કરી છે. તેણે આયોજનબદ્ધ રીતે આ કામ કર્યું છે અને તેના માટે નકલી પુરાવા પણ રજુ કર્યા છે. સાથે જ ડોપિંગને(Doping) સાબિત કરનારા પુરાવા અને ફાઈલોનો પણ નાશ કર્યો હતો. 


એક સીરીઝમાં 2 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે ભારત! ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે આયોજન


રશિયા દ્વારા ડોપિંગના આંકડામાં કરવામાં આવેલા ગોટાળાની ઘટના 2014-15માં બહાર આવી હતી. રશિયાએ એ સમયે સોચી વોટર ઓલિમ્પિકની યજમાની કરી હતી. રિપોર્ટ અનુસાર રશિયાએ તેમાં મેડલ જીતવા માટે પોતાના એથલીટોને જાણીજોઈને શક્તિવર્ધક પદાર્થ આપ્યા હતા, જે વાડાની પ્રિતબંધિત યાદીમાં હતા. ત્યાર પછી તેના કેટલાક ખેલાડીઓને 2016માં રિયો ઓલિમ્પિકમાં ભાગ લેતા પણ અટકાવાયા હતા. 


રશિયાના ડોપિંગની ગોટાળાની વિગતવાર તપાસ કર્યા પછી વાડાની એક્ઝીક્યુટિવ સમિતિએ તેના પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધના કારણે તે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી મોટી રમતોમાં ભાગ લઈ શકશે નહીં. 


ધોનીનો ગીત ગાતો VIDEO વાયરલ, લોકો કરી રહ્યા છે જાતજાતની કમેન્ટ 


વાડાએ લગાવેલા આ પ્રતિબંધ સામે રશિયા આગામી 21 દિવસના અંદર અપીલ કરી શકે ચે. જો તે આમ કરે છે તો મામલો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સને મોકલવામાં આશે. વાડાએ રશિયા પ્રત્યે અત્યંત કડક પગલાં લીધા છે. જોકે, વાડાના ઉપાધ્યક્ષ લિન્ડા હેલેલેન્ડે જણાવ્યું કે, 'રશિયા પર આ પ્રતિબંધ પુરતા નથી.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...