એક સીરીઝમાં 2 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે ભારત! ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે આયોજન
ઓસ્ટ્રેલિયા(Australia) ડે-નાઈટ ટેસ્ટ(Day-Night Test) મેચ રમનારો પ્રથમ દેશ છે. આ મેચ 2015માં ઓસ્ટ્રેલિયા(Australia) અને ન્યૂઝીલેન્ડ(New Zealand) વચ્ચે રમાઈ હતી. અત્યાર સુધી 9 દેશ ડે-નાઈટ ટેસ્ટ(Day-Night Test) મેચ રમી ચુક્યા છે. સૌથી વધુ 6 ડે-નાઈટ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જ રમી છે. તેણે આ બધી જ મેચ જીતી છે. અત્યાર સુધી કુલ 13 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ છે અને દરેક મેચનું પરિણામ આવ્યું છે. એક પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ ડ્રો રહી નથી.
Trending Photos
મેલબર્નઃ ભારતીય ટીમે(Team India) તાજેતરમાં જ બાંગ્લાદેશ(Bangladesh) સામે પોતાની પ્રથમ ડે-નાઈટ(Day-Night) ટેસ્ટ મેચ રમી હતી. કોલકાતામાં(Kolkota) રમાયેલી આ મેચમાં સ્ટેડિયમ હાઉસફુલ રહ્યું હતું. મેચ સમાપ્ત થતા-થતા ઓસ્ટ્રિલિયાના કેપ્ટન ટિમ પેનનું(Tim Pen) ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને(Virat Kohli) આવી જ મેચ રમવાનું આમંત્રણ મળી ગયું હતું. જો આગળ સંજોગો ઉચિત રહ્યા તો ભારત અને ઓસ્ટ્રેલિયા એક નહીં પરંતુ બે-બે ડે-નાઈટ ટેસ્ટ મેચ(2 Day Test Night Match) રમી શકશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેની યોજના બનાવી રહ્યું છે.
ભારતીય ટીમ(Team India) 2021માં ઓસ્ટ્રેલિયાના(Australia) પ્રવાસે જવાની છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ(Cricket Australia-CA) અત્યારથી જ તેની તૈયારીમાં જોડાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આવતા મહિને વન ડે શ્રેણી રમવા માટે ભારત(India) આવવાની છે. આ ટીમની સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું(Australia) એક પ્રતિનિધિ મંડળ પણ આવી શકે છે. આ પ્રતિનિધિમંડળ ભારતીય ક્રિકેટ બોર્ડના(BCCI) અધિકારીઓની મુલાકાત કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં અધિકારીઓ આગામી ટેસ્ટ શ્રેણીમાં બે ડે-નાઈટ ટેસ્ટ મેચ કરાવાનો પ્રસ્તાવ રજુ કરશે.
વેબસાઈટ ક્રિકઈન્ફોએ આ અંગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. વેબસાઈટે સીએના પ્રતિનિધિમંડળના અધ્યક્ષ અર્લ એડિંગ્સના હવાલાથી લખ્યું છે કે, "અમે આ અંગે અત્યારે ઔપચારિક વાટાઘાટો શરૂ કરી નથી. અમે જાન્યુઆરીમાં આ અંગે વાત કરી શકીએ છીએ. જેવું કે તમે જાણો છો કે ભારતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી છે. હવે તેમને આનો અનુભવ મળી ગયો છે. મને કોઈ શંકા નથી કે હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન એક કે બે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી શકે છે."
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા(Australia) ડે-નાઈટ ટેસ્ટ(Day-Night Test) મેચ રમનારો પ્રથમ દેશ છે. આ મેચ 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. અત્યાર સુધી 9 દેશ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી ચુક્યા છે. સૌથી વધુ 6 ડે-નાઈટ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જ રમી છે. તેણે આ બધી જ મેચ જીતી છે. અત્યાર સુધી કુલ 13 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ છે અને દરેક મેચનું પરિણામ આવ્યું છે. એક પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ ડ્રો રહી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે