નવી દિલ્હીઃ Palestinian Minister claims hundreds killed in Israeli retaliation: ઇઝરાયલ પર થયેલો હુમલો અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલા 9/11 ની યાદ અપાવી ગયો. મિડલ ઈસ્ટના કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે હમાસે ઇઝરાયલને આટલું મોટું દર્દ ક્યારેય આપ્યું નથી. તેની ઉપર થયેલા હુમલા બાદ ઇઝરાયલી સેના ફિલિસ્તીન, ગાઝા અને આસપાસના વિસ્તારમાં રહેલા આતંકવાદીઓ પર કાળ બનીને તૂટી પડી છે. ફિલિસ્તીનમાં અરાજકતાનો માહોલ છે. ફિલિસ્તીની સ્વાસ્થ્ય મંત્રીનો દાવો છે કે ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં ગાઝામાં તેના આશરે 200 લોકોના મોત થયા અને આશરે 2000 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 જગ્યા પર લડાઈ જારી
રશિયન મીડિયા એજન્સી સ્પુતનિક પ્રમાણે ફિલિસ્તીનની સાથે તનાતનીને કારણે ઇઝરાયલમાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધીને 779 થઈ ગઈ છે. તો ઇઝરાયલી આર્મીનું કહેવું છે કે હજુ પણ 20થી વધુ મોર્ચા પર લડાઈ જારી છે. ઇઝરાયલ સુરક્ષા દળોના સર્વોચ્ચ પ્રવક્તા રિયર એડમિકલ ડેનિયલ હગારીએ પુષ્ટિ કરી છે કે હમાસ આતંકવાદી સમૂહે ઇઝરાયલને ગાઝા પટ્ટીમાં બંધક બનાવી લીધુ છે. 


આ પણ વાંચોઃ Israel માં હમાસના આતંકી હુમલા વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી


પત્રકારો સાથે વાતચીતમાં હગારીએ કહ્યું- લડાઈમાં ઇઝરાયલી સૈનિકના પણ મોત થયા છે. બંધકો કે માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા હજુ સામે આવી નથી. હગારીનું કહેવું છે કે દક્ષિણી ઇઝરાયલમાં હજુ પણ 22 સ્થળો પર લડાઈ ચાલી રહી છે, જેમાં બેરી અને ઓફાકિમમાં બંધકોને છોડાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.


ગાઝાનો ઘેરાવ
તેનું કહેવું છે કે ઇઝરાયલી સૈનિક ગાઝા સરહદ પર ગામડા સુધી પહોંચી ગઈ છે અને ત્યાં હાજર દરેક વ્યક્તિને સ્કેન કરવાનું કામ કરી રહી છે. હગારીનું કહેવું છે કે ગાઝા સરહદ પર ચાર ડિવીઝનોને તૈનાત કરવામાં આવ્યા છે, જે ત્યાં પહેલાથી હાજર 31 બટાલિયનોમાં સામેલ થઈ રહી છે. ઇઝરાયલનું કહેવું છે કે હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવશે. હમાસે અમારી સાથે જે યુદ્ધ શરૂ કર્યું છે, તેણે તેની મોટી કિંમત ચુકવવી પડશે.


આ પણ વાંચોઃ આખરે હમાસ શું છે? ઇઝરાયેલ સામે લડવા કોણ આપે છે રૂપિયા, કેટલું છે શક્તિશાળી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube