Israel માં હમાસના આતંકી હુમલા વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી

Hamas Has Launched War: આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયલ પર મોટો હુમલો કરી દીધો છે. ઇઝરાયલમાં સ્થિતિ ખુબ તણાવપૂર્ણ છે. આ વચ્ચે ભારત સરકારે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને મહત્વની સલાહ આપી છે. 
 

Israel માં હમાસના આતંકી હુમલા વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી

નવી દિલ્હીઃ Israel is under combined attack from Gaza: ઇઝરાયલમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. આ વચ્ચે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તાએ કહ્યું કે હમાસે ઇઝરાયલની સંપ્રભુતા વિરુદ્ધ હુમલો કર્યો છે. તે હેઠળ આજે સવારે અમારા ઘણા ક્ષેત્રમાં ઘુષણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઇઝરાયલને નિશાન બનાવતા આશરે 2200 દારૂગોળા અને મિસાઇલો છોડવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી ઇઝરાયલના પ્રધાનમંત્રીએ દક્ષિણી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સૈ્ય દળોને બોલાવતા, ઘરેલૂ મોર્ચા પર 80 કિમી દૂરના વિસ્તારમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. આ સાથે હજારોની સંખ્યામાં રિઝર્વ સૈનિકોની ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે. 

ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર
ઇઝરાયલમાં ભારતે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતે કહ્યું કે તમામ ભારતીય નાગરિક સ્થિતિ પર નજર બનાવી રાખે. સ્થાનીક વહીવટી તંત્રના સંપર્કમાં રહે. જરૂર ન હોય તો બહાર નિકળવાનું ટાળે.

— ANI (@ANI) October 7, 2023

હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત
રોયટર્સના રિપોર્ટ પ્રમાણે ઇઝરાયલે ફિલિસ્તીનને પાઠ ભણાવવા માટે પોતાની સેના ઉતારવાની સાથે હવે ફાઇટર જેટ પણ યુદ્ધના મેદાનમાં ઉતારી દીધા છે. ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઓપરેશન આયરન સ્વોર્ડ્સ શરૂ કર્યું છે. 

ગાઝા પર હવાઈ હુમલા વધારી દેવામાં આવ્યા છે. ઇઝરાયલી વાયુસેનાના ઘણા લડાકૂ વિમાન ગાઝા પટ્ટીમાં ઘણી જગ્યા પર આતંકવાદી સંગઠન હમાસના ઠેકાણા પર હુમલા કરી રહ્યાં છે. ત્યાં એક વિસ્તારમાં બોમ્બવર્ષા કરી નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યો  છે. ઇઝરાયલી સેના હમાન પર કાળ બની ત્રાટકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news