UNHRC: ભારતે રોકડું પરખાવ્યું, પાક. પહેલા પોતાની થાળીની માખીઓ ઉડાડે
વિદેશ મંત્રાલયમાં પૂર્વી હિસ્સાઓના સચિવ વિજય ઠાકુર સિંહ બાદ યુએનએચઆરસીમાં ભારતના સેકન્ડ સચિવ કુમમ મિની દેવીએ પાકિસ્તાનમાં ચાલી રહેલ દમનચક્રની યાદ અપાવી હતી
જીનિવા : પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના (UNHRC) 42મા સત્રને કાશ્મીર મુદ્દે અખાડો બનાવવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ તેઓ ભારતીય રાજદ્વારીઓના અકાટ્ય તર્કોનાં કારણે ભોંઠુ પડવું પડી રહ્યું છે. વિદેશ મંત્રાલયમાં પૂર્વી મુદ્દાઓના સચિવ વિજય ઠાકુર સિંહ બાદ હવે યુએનએચઆરસીમાં ભારતના સેકન્ડ સચિવ કુમમ મિની દેવીએ પાકિસ્તાનને તેના ઘરથી ચાલી રહેલા દમનચક્રની યાદ તાજી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને યુએનએચઆરસીમાં ભારત પર માનવાધિકારના ગંભીર આરોપ લગાવ્યા છે.
શારદા ચિટફંડ કેસ: કોલકાતાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી CBI ટીમ
પોતાની થાળીની માખીઓ ઉડાડે પાકિસ્તાન
પાકિસ્તાનના નિવેદનના જવાબમાં કુમમ દેવીએ કહ્યું કે, તેમાં કોઇ જ શંકા નથી કે પાકિસ્તાન ખોટા તથ્યો અને નિવેદનો આપી રહ્યું છે. અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે તે પોતાનાં દેશનાં લોકોનાં પલાયન અને એકસ્ટ્રા જ્યુડિશયલ કીલંગ મુદ્દા પર ધ્યાન આપે જે લાખોમાં છે. ખાસ કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, ખેબર પખ્તુનખા, બલૂચિસ્તાન અને સિંઘમાં આ પ્રવૃતી મોટા પાયે ચાલી રહી છે.
શ્રીમદ્ ભગવત ગીતાથી પ્રેરિત છે સંવિધાન, મુળ કોપીમાં રામ,કૃષ્ણની તસવીરો: રવિશંકર પ્રસાદ
ભારતમાં દર મિનિટે થાય છે સેંકડો સાઇબર એટેક, વર્ષે અધધધ આટલા કરોડનો ચુનો લાગે છે!
આર્ટિકલ 370 અમારો આંતરિક મુદ્દો
પાકિસ્તાનને ભારતના આંતરિક મુદ્દામાં હસ્તક્ષેપ નહી કરવાની સલાહ આપતા કહ્યું કે, અમે પાકિસ્તાનને સલાહ આપવા માંગીશું કે તેઓ આ સત્યને સમજી જાય કે આર્ટિકલ 370 સંપર્ણ રીતે ભારતનો આંતરિક મુદ્દો છે. પાકિસ્તાનનાં ખોટા અને મનઘડંત નિવેદનો તથ્ય હિન આરોપોથી સત્ય નહી બદલે. ઇતિહાસ તે વાતનો સાક્ષી છે કે જમ્મુ કાશ્મીરના લોકોએ ભારતનાં નાગરિક હોવા છતા પણ ભારતીય લોકશાહીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ખુબ જ સક્રિય રીતે દરેક સ્તરનાં નિષ્પક્ષ ચૂંટણીમાં હિસ્સો લઇ રહ્યું છે.
ઇમરાન ખાને PoK ના નાગરિકોને ભડકાવ્યા: બંદુક ઉઠાવવાનો સમય આવી ચુક્યો છે
સુરક્ષા પરિષદ બાદ UNHRC માં ભોંઠુ પડ્યું
પાકિસ્તાન આ અગાઉ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આર્ટિકલ 370ને મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેના આ ખરાબ ઇરાદામાં ચીન સિવાય કોઇનો સાથ મળ્યો નહોતો. તમામ અન્ય દેશોએ એકસુરમાં કહ્યું કે, જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવા અંગે સંપુર્ણ રીતે ભારતનો આંતરિક મુદ્દો છે. પાકિસ્તાન વડાપ્રધાને શક્તિશાળી દેશોનાં રાષ્ટ્રાધ્યક્ષોને ફોન કરીને સમર્થન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. જો કે કોઇ પણ પાકિસ્તાનની નિયમ પર વિશ્વાસ કરવા માટે તૈયાર નહોતું થયું.