બેન્ગકોક : દુનિયામાં થઈ રહેલા જલવાયુ પરિવર્તન પરની વાતચીત માટે યજમાનની જવાબદારી નિભાવવા તૈયાર થયેલું બેન્ગકોક પોતે પર્યાવરણના સંકટ સામે લડી રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે આ શહેર માત્ર એક દાયકામાં આંશિક રીતે ડૂબી જશે. થાઇલેન્ડની રાજધાનીમાં સંયુક્ત રાષ્ટ્રના આગામી જલવાયુ સંમેલનની તૈયારી ચાલી રહી છે. હાલમાં તાપમાન વધવાને કારણે પર્યાવરણની પેટર્ન વધારે બદતર થવાની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં પોચી જમીન પર વસેલું બેન્ગકોક સમુદ્રના સ્તર પર માત્ર દોઢ મીટર એટલે કે પાંચ ફૂટની ઉંચાઈ પર આવેલું છે અને આ કારણે સમુદ્રના જળસ્તર વધવાથી સૌથી વધારે ખતરો આ શહેર પર છે. આસિવાય જકાર્તા અને મનીલા જેવા દક્ષિણ એશિયાના શહેરો પર પણ ભારે ખતરો છે. આ વિશે નિષ્ણાંતોના મત પ્રમાણે વિશ્વ બેંકના રિપોર્ટ પ્રમાણે ભારે વરસાદ અને સિઝનની પેટર્નના શૂટિંગ દરમિયાન 2030 સુધી બેન્ગકોકનો 40 ટકા હિસ્સો પાણીમાં ડૂબી જશે. હાલમાં આ શહેર દર વર્ષે એક કે બે સેન્ટિમીટર ડૂબી રહ્યું છે. 


બેન્ગકોક ખૂબસુરત બીચથી ઘેરાયેલું શહેર છે. કોહ સમિટ (Koh Samet), કો ચાંગ (Koh Chang), કોહ મટ (Koh Mat) સહિત અનેક શાનદાર બીચ અહીં ફેમસ છે. Khao San Road પર એકથી એક જોરદાર નાઇટ ક્લબ, બાર અને રેસ્ટોરાં છે. બેન્ગકોકની નાઇટ લાઇફ એન્જોય કર્યા પછી આ શહેરને તમે ક્યારેય ભુલી નહીં શકો. 


વિદેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...