weird creature spotted : આ ઘરતી પર અનેક દુર્ગમ વિસ્તારો આવેલા છે, જે જોઈને તમને એવુ લાગશે કે તમે કોઈ બીજા ગ્રહ પર આવી ગયા. કેટલીક જગ્યા પર એવા જીવ રહે છે, જે માણસોને ચોંકાવી અથવા ડરાવી સકે છે. ત્યારે હાલમાં જ એક શખ્સને એવો અનુભવ થયો કે તેને દિવસે તારા દેખાયા. વ્યક્તિની સામે એક એવો જીવ આવી ગયો કે તે થરથર કંપી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્યક્તિએ એક દુર્ગમ પહાડી પર ફરવા ગયો હતો. અચાનક તેને પહાડની અંદરથી અવાજ આવવા લાગ્યો હતો, તો ફરી ફરીને તેની તપાસ કરવા લાગ્યો. તેને તપાસ્યુ તો કંઈક અજીબ હતું. અચાનક પહાડમાંથી એક નાનકડી બખોલમાંથી બે આંખો તેના પર નજર રાખી રહી હતી. આ આંખો તેને ડરાવવા લાગી હતી. કારણ કે, અંદર જે હતું તે હોંશ ઉડાવી દે તેવુ હતું. 


શિસ્તબદ્ધ પાર્ટીને ચચરી જાય એવી ટ્વીટ ભાજપના નેતાએ કરી, લાયક ઉમેદવાર માટે સવાલ કર્યા


ઈન્સ્ટાગ્રામ પર @unanswered_universe પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે બહુ જ ચોંકાવનારો હતો. આ વીડિયોમાં એ અવાજ પણ સંભળાઈ રહ્યો છે, જેમાં કોઈ જીવનો અવાજ સંભળાઈ રહ્યો છે. જોકે, અવાજ થોડો દબાયેલો હતો, તેથી તે કયુ જીવ હતું તે સમજી શકાતુ ન હતું. 
 
ગુફામાં ચમકતી દેખાઈ બે આંખો
શખ્સ પણ ગુફામાં જોઈને કંઈ સમજી શક્તો ન હતો. તે ઘુરીઘુરીને એ જીવનો જોવા લાગ્યો હતો. પહાડ પર અનેક ગુફાઓ બનેલી હતી. અચાનક ગુફા પર એ શખ્સની નજર પડીહ તી. જે ગુફાને જોઈ રહ્યો હતો અને કેમેરો તેની તરફ ઘુમાવે છે. અંદરથી એક જીવની ચમકતી આંખો જોવા મળે છે. 


આ વાયરલ વીડિયોને અનેક લોકોએ જોયો છે. અનેક લોકોએ આ વીડિયો પર પ્રતિક્રીયા આપી છે. કેટલાકે જવાબ આપ્યા કે, આ સિંહ હોઈ શકે છે. તો કોઈએ કહ્યુ કે આ જંગલી બિલાડી છે. ઘણા લોકોએ કહ્યું કે, આ જીવ ખતરનાક લાગી રહ્યો છે. કેટલાકે કહ્યું કે, આ જીવ માઉન્ટેન લાયન છે, જે અમેરિકામાં મળે છે. જોકે, આ જીવ કયુ છે તેના કોઈ સબૂત મળ્યા નથી.