નવી દિલ્લીઃ ઉત્તર કોરિયામાં તમે માત્ર ત્રણ જ ટીવી ચેનલ જોઈ શકો છો. આ તમામ સરકારી છે. એટલે તમે માત્ર એટલું જ જોઈ શકો છો, જે સરકાર તમને બતાવે છે. ઉત્તર કોરિયા તેના સનકી તાનાશાહના કારણે ચર્ચામાં રહે છે. આ દેશના કાયદાઓ પણ એટલા જ અજીબ છે. એકવારમાં તો તમને આ કાયદા જાણીને વિશ્વાસ પણ નહીં આવે. ઉત્તર કોરિયામાં બ્લૂ રંગનું જીન્સ અને ફાટેલું જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. આ તમામ નિયમો ઉત્તર કોરિયાના શાસકો બનાવે છે અને જનતા માટે તેનું પાલન કરવું ફરજિયાત છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર નક્કી કરે છે હેરસ્ટાઈલ:
ઉત્તર કોરિયામાં તમારે કઈ હેરસ્ટાઈલ રાખવી છે તે પણ સરકાર નક્કી કરે છે. સરકારે પુરુષો માટે 10 અને મહિલાઓ માટે 18 હેરસ્ટાઈલને માન્યતા આપી છે. આના સિવાય એક પણ હેરસ્ટાઈલ રાખવાની છૂટ નથી.


સાત દિવસ કરવાનું હોય છે કામ:
ઉત્તર કોરિયામાં કર્મચારીઓએ સાત દિવસ કામ કરવાનું હોય છે. એમાં પણ તેમને સાતમાં દિવસે કામ કરવાનો પગાર નથી મળતો. સાતમાં દિવસે તેઓ પગાર લીધા વિના કામ કરીને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાનું યોગદાન આપે છે.


અમારો રાજા મહાન:
ઉત્તર કોરિયામાં શાસકોની સામે કોઈને બોલવાની નથી છૂટ. જો આવું થાય તો તેને ઈશનિંદા બરાબર માનવામાં આવે છે. તેના માટે કઠોર સજાની જોગવાઈ કરવામાં આવે છે.


ચૂંટણીમાં એક જ ઉમેદવાર:
ઉત્તર કોરિયામાં દર પાંચ વર્ષે ચૂંટણી તો થયા છે, પરંતુ અહીં એક જ ઉમેદવાર ઉભો રહે છે. એ ઉમેદવાર એટલે ઉત્તર કોરિયાનો શાસક. લોકોએ ફરજિયાત તેને જ મત આપવાનો રહે છે.


સરકારી કર્મચારી પુરુષો જ વાપરી શકે કાર:
ઉત્તર કોરિયામાં માત્ર સરકારી કર્મચારી છે અને પુરુષ છે, તેમને જ કાર ચલાવવાનો અધિકાર છે. અન્ય લોકો વિશેષ રીતે મહિલાઓને અધિકાર નથી. ભલેને મહિલા ટ્રાફિક અધિકારી કેમ ન હોય.


જીન્સ પહેર્યું તો ગયા:
અહીંની સરકારે બ્લૂ જીન્સ પર પ્રતિબંધ મુક્યો છે. નોર્થ કોરિયાનો કોઈપણ નાગરિક બ્લૂ જીન્સ નથી પહેરી શકતો કારણ કે ત્યાંની સરકારનું માનવું છે કે, તે અમેરિકી પોષાક છે. સાથે જ ફાટેલા જીન્સ પહેરવા પર પણ પ્રતિબંધ છે.


ત્રણ પેઢીને સજા:
ઉત્તર કોરિયામાં સેનાના હુકમને સર્વોચ્ચ માનવામાં આવે છે. કોઈ પણ ગુનો થાય કે ભૂલ થાય તો, તેમાં દોષિત વ્યક્તિની ત્રણ પેઢીને સજા મળે છે.


સુઈ ગયા તો કામથી ગયા:
ઉત્તર કોરિયામાં વધુ એક અજીબોગરીબ કાયદો છે. જો કોઈ પોતાના ઉચ્ચાધિકારીની મીટિંગ દરમિયાન સુઈ ગયું તો તેનું આવી બને છે. એક વાર કિમ જોંગની મીટિંગમાં ઝોકું આવી જવાના કારણે ત્યાંના રક્ષામંત્રીને તોપથી ઉડાવી દેવામાં આવ્યો હતો.


માત્ર ત્રણ જ ટીવી ચેનલ:
ઉત્તર કોરિયામાં તમે માત્ર ત્રણ જ ટીવી ચેનલ જોઈ શકો છો. આ તમામ સરકારી છે. એટલે તમે માત્ર એટલું જ જોઈ શકો છો, જે સરકાર તમને બતાવે છે.


રેડિયો નથી થતા બંધ:
ઉત્તર કોરિયામાં સરકારી રેડિયો ચાલે છે. જેને બંધ કરવાની જનતાને છૂટ નથી. આ રેડિયો સરકારના નિર્દેશો પ્રમાણે ચાલુ અને બંધ થાય છે.