OMG! આ વ્યક્તિની આંખમાં ફ્લેશલાઈટ...Video જોઈને ચોંકી જશો
અમેરિકાના એક 33 વર્ષના યુવકે એક આઈ કેચિંગ ઈનોવેશન કર્યું છે. કેન્સરથી પોતાની એક આંખ ગુમાવનારા બ્રાયન સ્ટેનલીએ પોતાની જ કૃત્રિમ આંખ (Prosthetic Eye) બનાવી. એન્જિનિયરે પોતાની પ્રોસ્થેટિક ગોળ આંખને સંપૂર્ણ રીતે કામ કરતી એક ટોર્ચમાં ફેરવી દીધી. ગેઝેટ ગીક અને ઈનોવેટરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કૃત્રિમ આંખ દેખાડતો એક વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં તમે આંખથી હેડલેમ્પની જેમ લાઈટ નીકળતી જોઈ શકો છો. તેમણે પોતે લાઈટ બંધ કરીને રૂમમાં આંખથી આવતી લાઈટનો ડેમો આપ્યો.
US Man Turns His Eye Into A Flashlight: અમેરિકાના એક 33 વર્ષના યુવકે એક આઈ કેચિંગ ઈનોવેશન કર્યું છે. કેન્સરથી પોતાની એક આંખ ગુમાવનારા બ્રાયન સ્ટેનલીએ પોતાની જ કૃત્રિમ આંખ (Prosthetic Eye) બનાવી. એન્જિનિયરે પોતાની પ્રોસ્થેટિક ગોળ આંખને સંપૂર્ણ રીતે કામ કરતી એક ટોર્ચમાં ફેરવી દીધી. ગેઝેટ ગીક અને ઈનોવેટરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કૃત્રિમ આંખ દેખાડતો એક વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં તમે આંખથી હેડલેમ્પની જેમ લાઈટ નીકળતી જોઈ શકો છો. તેમણે પોતે લાઈટ બંધ કરીને રૂમમાં આંખથી આવતી લાઈટનો ડેમો આપ્યો.
કેન્સરથી આંખ ખરાબ થઈ તો આ શોધ કરી નાખી
વીડિયોમાં બ્રાયન સ્ટેનલીએ કહ્યું કે ટાઈટેનિયમ સ્કલ લેમ્પ (Titanium Skull Lamp) અંધારામાં અભ્યાસ માટે એકદમ યોગ્ય છે. તેમનું કહેવું છે કે આ ગરમ થતું નથી અને તેની બેટરી લાઈફ 20 કલાકની હોય છે. તેમના વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ પ્રશંસા મળી રહી છે. ફક્ત 2 દિવસમાં વીડિયોને એક મિલિયન વ્યૂઝ મળ્યા છે. એક યૂઝરે લખ્યું કે 'ગજબ, આ કમાલ છે. મેડ મિમિર ફ્રો ગોડ ઓફ વોર આ જ વાઈબ્સ આપે છે.' એક અન્ય યૂઝરે લખ્યું કે એક્સપર્ટ: તમે તમારા સ્વયંના પ્રકાશસ્ત્રોત હોઈ શકો છો.
વીડિયો જોયા બાદ આપ્યા આ રિએક્શન
અનેક અન્ય લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. એક યૂઝરે લખ્યું કે ભાઈ તેનાથી હેલોવીન ટર્મિનેટરને સરળતાથી હલાવી શકો છો. અન્ય એક યૂઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું કે મને ખબર છે કે દરેક જણ સાયન્સ-ફાઈ વિશે વિચારી રહ્યા છે પરંતુ હું વિચારી રહ્યો છું કે આ કેમ્પિંગ માટે કેટલું સરળ હશે.
આવું પહેલીવાર નથી બન્યું કે બ્રાયન સ્ટેનલીએ સાઈબોર્ગ આંખ બનાવી છે. તેમણએ આ અગાઉ પણ એક કૃત્રિમ આંખ બનાવી હતી. જેમાં ફિલ્મ ટર્મિનેટરમાં Arnold Schwarzenegger ના કેરેક્ટરની જેમ જ ચમક હતી. તેમનું કહેવું છે કે નવા રંગ તેમને 'પાવર સ્ટોન' ની યાદ અપાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube