નવી દિલ્હી: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ 2020 રજુ કરવા જઈ રહ્યાં છે ત્યારે આપણ જોઈએ કે દુનિયામાં કેવા કેવા વિચિત્ર પ્રકારના કર લાદવામાં આવતા હોય છે. કેટલાક ટેક્સ તો એવા હોય છે તે જેના વિશે જાણીને પણ તમારું માથું ભમી જશે. આવો જાણીએ આવા જ કેટલાક ચિત્ર વિચિત્ર ટેક્સ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આત્મા પર ટેક્સ
ઈંગ્લેન્ડના હેનરી VIII, તેમની પુત્રી એલિઝાબેથ I અને રશિયાના પીટર ધ ગ્રેટે દાઢી પર ટેક્સ લગાવ્યો હતો. અહીં વિલિયમ IIIએ બારીઓ પર ટેક્સ લગાવ્યો હતો. હેનરી Iએ તે લોકો પર ટેક્સ લગાવ્યો હતો જે ઈંગ્લેન્ડ માટે લડવા અને મરવા નહતા ઈચ્છતા. પીટર ધ ગ્રેટે સોલ ટેક્સ એટલે કે આત્મા પર કર વસૂલવાની વ્યવસ્થા એવા લોકો માટે કરી હતી જે એવો વિશ્વાસ ધરાવતા હતાં કે તેમની પાસે કોઈ આત્મા જેવી વસ્તુ છે. જો કે જે લોકો કહે છે તે તેમને આત્મા પર વિશ્વાસ નથી તેમના પર ધર્મમાં આસ્થાન ન રાખવાનો ટેક્સ લાગતો હતો. 


સેક્સ ટેક્સ
જર્મનીમાં પ્રોસ્ટિટ્યૂટ (વેશ્યાવૃત્તિ) ભલે કાયદેસર હોય પરંતુ અહીં સેક્સ ટેક્સ જેવા કાયદા બનાવવામાં આવ્યાં છે. 2004માં આવેલા આ કાયદા હેઠળ દરેક પ્રોસ્ટિટ્યૂટે શહેરને 150 યૂરો દર મહિને આપવા પડતા હોય છે. પાર્ટ ટાઈમરે પોતાના દરરોજના કામ માટે 6 યુરો ચૂકવવા પડે છે. આ સેક્સ ટેક્સના કારણે અહીં એક મિલિયન યુરો વાર્ષિક આવક છે. 


બ્રેસ્ટ ટેક્સ
ઈતિહાસમાં એવું પણ બન્યું છે કે બ્રેસ્ટ(સ્તન) પર ટેક્સ લાગ્યો હોય. ટેક્સ કલેક્ટર બ્રેસ્ટ માપીને તે મુજબ ટેક્સ વસૂલતા હતાં જેનાથી પરેશાન થઈને એક યુવતીએ પોતાની બ્રેસ્ટ કાપીને ટેક્સ કલેક્ટરના હાથમાં મૂકી દીધી હતી. 


બેચલર ટેક્સ
જૂલિયસ સીઝરે ઈંગ્લેન્ડમાં 1695માં, પીટર ધ ગ્રેટે બેચલર ટેક્સને 1702માં લાગુ કર્યો હતો. મુસોલિનીએ પણ સન 1924માં 21 વર્ષથી લઈને 50 વર્ષની આયુ  વચ્ચેના અપરણિત પુરુષો પર બેચલર ટેક્સ લગાવ્યો હતો. આ બેચલર્સે કપડા વગર  બજારમાં પોતાની જ મજાક ઉડાવીને ઘૂમવું પડતું હતું. 


યુરિન ટેક્સ
રોમના રાજા વેસ્પેશને પબ્લિક યુરિનલ પર ટેક્સની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં ઈન્ડસ્ટ્રીમાં યૂઝ માટે યુરિનના સેલથી પણ રેવન્યુ કલેક્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે તેમના પુત્ર ટાઈટસે આ પોલીસી પર સવાલ ઉઠાવ્યાં તો વેસ્પેશને પેના નાક પર એક સિક્કો લગાવી દીધો અને તેને કહ્યું કે Money doesnt stink પૈસાથી દુર્ગંધ આવતી નથી. 


ટેટુ ટેક્સ
ઓરકેન્સસમાં જો કોઈ ટેટુ, બોડી પિયર્સિંગ કે ઈલેક્ટ્રોલીસિસ ટ્રિટમેન્ટ કરાવે તો તેણે સ્ટેટને સેલ્સ ટેક્સ તરીકે 6 ટકા આપવાના હોય છે. 


હેડ ટેક્સ ફોર ચાઈનીઝ
20મી સદીની શરૂઆતમાં કેનેડામાં આવનારા દરેક ચીની પર ડેટ ટેક્સ લગાવવામાં આવતો હતો. ન્યૂઝીલેન્ડમાં પણ તેના માટે કઈંક આ જ પ્રકારના ટેક્સની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ બંને દેશોએ આ પ્રકારના રેસિસ્ટ ટેક્સ બદલ માફી પણ માંગી.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube