ઑસ્ટ્રેલિયામાં નાની કેપ્શ્યૂલ ગાયબ થવા પર ખળભળાટ, ગંભીર બીમારીનો ડર
10થી 16 જાન્યુઆરીની વચ્ચે, એક રેડિયોએક્ટિવ કેપશ્યૂલ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ન્યૂમેનમાં એક ખાણમાં પડી હતી. આ કેપ્શ્યૂલ એટલી ખતરનાક છે કે સરકારે એડવાઈઝરી પણ જારી કરી છે.
સિડનીઃ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સિક્કા કરતાં પણ નાની 'રેડિયોએક્ટિવ કેપ્શ્યૂલ' ગાયબ થવાના કારણે ખળભળાટ મચી ગઈ છે. આ કેપ્શ્યૂલની અંદર રેડિયોએક્ટિવ સીઝિયમ-137 ભરવામાં આવે છે, તેનો ઉપયોગ સામાન્ય રીતે ખનનના કામમાં થાય છે. તેને અડવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાનો ખતરો છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના સુરક્ષા દળ અને રિસર્ચ ટીમ તેને શોધી રહી છે. 10-16 જાન્યુઆરીની વચ્ચે તે ન્યૂમેન અને પર્થની વચ્ચે ટ્રક દ્વારા માઇનિંગ સાઇટ પર લઈ જતી વખતે પડી હતી. સરકારને ડર છે કે તે સામાન્ય નાગરિકના હાથમાં આવી જશે.
ન્યૂમેન અને પર્થ વચ્ચે પડી કેપશ્યૂલ
10થી 16 જાન્યુઆરીની વચ્ચે, એક રેડિયોએક્ટિવ કેપશ્યૂલ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ન્યૂમેનમાં એક ખાણમાં પડી હતી. આ કેપ્શ્યૂલ એટલી ખતરનાક છે કે સરકારે એડવાઈઝરી પણ જારી કરી છે. તેને અડવાથી ગંભીર બીમારી અથવા મૃત્યુ પણ થઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેપ્શ્યૂલ ન્યુમેન અને પર્થની વચ્ચે પડી છે, જેની વચ્ચેનું અંતર 1400 કિલોમીટર છે. નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે, જો તેઓ તેને જુએ તો તેનાથી દૂર રહે, તેને સ્પર્શ ન કરે.
બલૂચિસ્તાનમાં મુસાફરોથી ભરેલી ગાડી ખીણમાં પડી, 40થી વધુ લોકોના મોત
આ રેડિયોએક્ટિવ કેપ્શ્યૂલ પર્થથી ન્યૂમેન સુધી 1,400 કિલોમીટરના અંતરમાં પડી છે. જોકે સમગ્ર રૂટની તપાસ કરવામાં આવી છે. હવે જ્યાં જ્યાં ટ્રક રોકી હતી તે સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. લોકોને ચેતવણી આપતા, DFESએ કહ્યું કે જો તેઓ આવી કોઈ વસ્તુ જુએ, તો તરત જ વિભાગને ફોન કરો અને તે વસ્તુથી ઓછામાં ઓછા 5 મીટર દૂર રહો. DFESએ 133337 નંબર જાહેર કર્યો છે અને તેના પર કોલ કરીને માહિતી આપવા અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube