ડોનાલ્ડ ટ્રમ્પ કિમ જોંગની બીમારી વિશે એવું તે શું જાણે છે? એક નિવેદનથી મચ્યો ખળભળાટ
હાલ કોરોના વાયરસ ઉપરાંત સમગ્ર દુનિયામાં જો કોઈ અન્ય ચર્ચા વધુ જોરશોરથી થઈ રહી હોય તો તે છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની. તેમની બીમારી બાદ નાજૂક હાલતના અહેવાલો બાદ તેમને લઈને અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. એટલે કે તેઓ જીવિત છે કે નહીં. જો જીવિત હોય તો મોતના અહેવાલો બાદ પણ તેઓ સામે કેમ આવતા નથી? કાં તો પછી ત્યાંની સરકાર આ અંગે કોઈ અધિકૃત નિવેદન કેમ આપતી નથી?
વોશિંગ્ટન: હાલ કોરોના વાયરસ ઉપરાંત સમગ્ર દુનિયામાં જો કોઈ અન્ય ચર્ચા વધુ જોરશોરથી થઈ રહી હોય તો તે છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની. તેમની બીમારી બાદ નાજૂક હાલતના અહેવાલો બાદ તેમને લઈને અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. એટલે કે તેઓ જીવિત છે કે નહીં. જો જીવિત હોય તો મોતના અહેવાલો બાદ પણ તેઓ સામે કેમ આવતા નથી? કાં તો પછી ત્યાંની સરકાર આ અંગે કોઈ અધિકૃત નિવેદન કેમ આપતી નથી?
કોરોના વાયરસને લઈને ફરીથી ચીન પર ફરી ઉઠ્યા સવાલ, અમેરિકાએ આપ્યું મહત્વનું નિવેદન
આ અટકળો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડના એક નિવેદનથી હવે આ મામલે વધુ રહસ્ય ગહેરાયું છે. તેમણે કિમ જોંગ ઉનની સ્થિતિ અંગે એવું નિવેદન આપ્યું કે 'ખુબ સારો આઈડિયા' છે. પોતાની આ જાણકારીને દુનિયા સાથે શેર કરવાની તેમણે જો કે સ્પષ્ટ ના પાડી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે તેમને લઈને મારી પાસે એખ સારો વિચાર (જાણકારી) છે. પરંતુ હું તે અંગે વાત કરી ન શકું. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે તેઓ સારા થઈ જાય? ટ્રમ્પે આ વાત સોમવારે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદમાં જણાવી.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ એવા બિનઅધિકૃત અહેવાલો હતાં કે કિમ જોંગનું સ્વાસ્થ્ય સારું નથી. તેમના દાદા અને ઉત્તર કોરિયાના સંસ્થાપક કિમ ઈલ સુંગના 15 એપ્રિલના રોજ 108માં જન્મદિવસના અવસરે કિમ જોંગ તે કાર્યક્રમમાં ન પહોંચતા આ અફવાઓ ચગવા માંડી હતી. ત્યારબાદ પણ ઉત્તર કોરિયાના શાસકે પોતાના સ્વાસ્થ્યને લઈને આ અફવાઓ દૂર ન કરી.
જુઓ LIVE
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube