મૃત્યુ બાદ શું થાય છે? `ફરીથી જીવિત` થયેલા વ્યક્તિએ આ અંગે કર્યો અત્યંત ચોંકાવનારો દાવો
સ્કોટે દાવો કર્યો કે પહેલીવાર તેઓ દુનિયાને મૃત્યુ બાદનો અનુભવ જણાવી રહ્યા છે. આ અગાઉ તેમણે પત્ની અને મિત્રોને આ અનુભવ જણાવ્યો હતો.
મૃત્યુ બાદ શું થાય છે? આત્મા ક્યાં જાય છે? શું તેમનો બીજો જન્મ થાય છે? જન્મના કર્મના આધારે મોત બાદની મુસાફરી નક્કી થાય છે? આવા તમામ સવાલોના જવાબ લોકોના મગજમાં ઘૂમતા રહે છે. પરંતુ હજુ સુધી કોઈ એ સવાલનો જવાબ આપી શક્યું નથી કે મોત બાદ આખરે થાય છે શું? આ સવાલનો જવાબ એ જ આપી શકે જે મોત બાદ જીવિત થઈને આપણી વચ્ચે આવ્યા હોય...તો શું એ શક્ય છે ખરું? સાંભળવામાં તમને વિચિત્ર લાગે પણ એક વ્યક્તિએ આવો જ કઈક ચોંકાવનારો દાવો કર્યો છે.
20 મિનિટ બાદ ફરીથી જીવિત થયો!
60 વર્ષના સ્કોટ ડ્રુમન્ડ (Scott Drummond)નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે જ્યારે તે 28 વર્ષનો હતો ત્યારે તેનું મોત થયું હતું તે પણ માત્ર 20 મિનિટ માટે...એટલે કે 20 મિનિટ બાદ સ્કોટ ફરીથી જીવતો થઈ ગયો. સ્કોટ ડ્રુમન્ડનો દાવો છે કે મોતની 20 મિનિટ બાદ તેમનો આત્મા ફરીથી તેમના શરીરમાં પાછો આવી ગયો.
ભગવાનો પાછો મોકલ્યો
સ્કોટ ડ્રુમન્ડનું એવું કહેવું છે કે જ્યારે તેમની ઉંમર 28 વર્ષ હતી ત્યારે સ્કિઈંગ દરમિયાન તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમના હાથનો અંગુઠો તૂટી ગયો હતો. ઓપરેશન દરમિયાન તેમનો જીવ જતો રહ્યો. હવે વૃદ્ધ થઈ ગયેલા સ્કોટ જણાવે છે કે તેમણે નર્સને ડરીને ભાગતા જોઈ અને ડોક્ટરને બોલાવતા સાંભળી. ઘટનાની 20 મિનિટ બાદ તેમણે પોતાને જીવિત જાણ્યા. સ્કોટનો દાવો છે કે જ્યારે તેઓ ફરીથી જીવિત થયા ત્યા સુધીમાં તો બીજી દુનિયાની સેર કરી ચૂક્યા હતા. ભગવાને તેમને એમ કહીને પાછા મોકલી દીધા કે હજુ તમારો સમય આવ્યો નથી.
શું થયું હતું મોત બાદ?
Prioritize Your Life સાથે વાતચીતમાં સ્કોટે દાવો કર્યો કે પહેલીવાર તેઓ દુનિયાને મૃત્યુ બાદનો અનુભવ જણાવી રહ્યા છે. આ અગાઉ તેમણે પત્ની અને મિત્રોને આ અનુભવ જણાવ્યો હતો. સ્કોટે કહ્યું કે તેમણે જ્યારે નર્સને તેમના મૃત્યુ અંગે બૂમો પાડતા સાંભળ્યા, ત્યાર બાદ જ મહેસૂસ થયું કે તેમની બાજુમાં કોઈ અદ્રશ્ય શક્તિ હતી. તે શક્તિએ તેમને આંખના પલકારામાં એક ખુબ જ સુંદર મેદાનમાં ઊભો કરી દીધો. તેઓ તે અદ્રશ્ય શક્તિ પાછળ ચાલવા માંડ્યા. આ ખુબસુરત મેદાનમાં સુંદર અને રંગબેરંગી ફૂલો હતા, કમર સુધી આવતું મખમલી ઘાસ હતું. સફેદ વાદળો તેમને સ્પર્શી રહ્યા હતા. આ શક્તિએ તેમને પાછળ વળીને જોવાની ના પાડી હતી. ડાબી બાજુ ખુબ લાંબા અને ખુબસુરત ઝાડ હતા. આવા ઝાડ તેમણે પહેલા ક્યારેય જોયા નહતા. બીજી બાજુ ખુબસુરત ફળો હતા. તેઓ કહે છે કે હજુ પણ તેમને તે સુંદર ફૂલો યાદ છે. સ્કોટનું કહેવું છે કે બીજી દુનિયામાં ખુબ જ શાંતિ હતી.
કેવી રીતે ફરી જીવિત થયા?
સ્કોટે કહ્યું કે, તેઓ અદ્રશ્ય શક્તિના કહેવા પર વાદળો તરફ જઈ રહ્યા હતા. આ બધા વચ્ચે કોઈએ તેમનો હાથ પકડી લીધો અને કહ્યું- હજુ તમારો સમય આવ્યો નથી, તમારે હજુ ઘણું કરવાનું છે. આ અવાજ બાદ ઝટકા સાથે તેઓ પોતાના શરીરમાં પાછા આવી ગયા. સ્કોટ પોતાની 20 મિનિટના મોતનો દાવો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ઘટના બાદ તેમનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો.
(ખાસ નોંધ- ઝી મીડિયા આવા કોઈ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube