Corona: Delta Variant ના કારણે આ દેશમાં કોરોનાની ત્રીજી લહેર? વધી રહેલા કેસ પર વિશેષજ્ઞે વ્યક્ત કરી આશંકા

દક્ષિણ આફ્રીકાના આર્થિક હબ ગાઉતેંગ પ્રાંતમાં રોજેરોજ વધી રહેલા કોરોના વાયરસના કેસ માટે ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર હોઈ શકે છે.

Corona: Delta Variant ના કારણે આ દેશમાં કોરોનાની ત્રીજી લહેર? વધી રહેલા કેસ પર વિશેષજ્ઞે વ્યક્ત કરી આશંકા

જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રીકાના આર્થિક હબ ગાઉતેંગ પ્રાંતમાં રોજેરોજ વધી રહેલા કોરોના વાયરસના કેસ માટે ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર હોઈ શકે છે. એક પ્રમુખ વિશેષજ્ઞે આ આશંકા વ્યક્ત કરી છે. વાયરસનો આ ડેલ્ટા વેરિએન્ટ ભારત સહિત લગભગ 85થી વધુ દેશોમાં મળી ચૂક્યો છે. 

બીટા વેરિએન્ટથી 60 ટકા વધુ ચેપી
વિટ્સ વિશ્વવિદ્યાલયમાં રસી અને ચેપી રોગ વિશ્લેષણાત્મક અનુસંધાન શાખાના ડાઈરેક્ટર શબીર માધીએ સમાચાર ચેનલ 'ઈએનસીએ' સાથે વાતચીતમાં કહ્યું કે NICD આ અંગે આગામી અઠવાડિયે અધિકૃત આંકડા જાહેર  કરશે, પરંતુ એવી આશંકા છે કે આ સંક્રમણ ડેલ્ટા વેરિએન્ટના કારણે વધ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ડેલ્ટા વેરિએન્ટ, બીટા વેરિએન્ટથી 60 ટકા વધુ ચેપી છે. અત્રે જણાવવાનું કે બીટા વેરિએન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રીકામાં જ મળ્યો હતો. 

માધીની આ ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે ગાઉતેંગની હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ ઓછા પડી રહ્યા છે. અને કોરોનાથી માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કાર માટે જગ્યા ઓછી પડી રહી છે જેની ખાસ કરીને અસર ભારતીય સમુદાય પર પડી છે. માધીએ શનિવારે કહ્યું કે 'પહેલી બે લહેરમાં સંક્રમિત થઈ ચૂકેલા લોકો ફરીથી સંક્રમિત થાય તેનું પણ જોખમ રહેલું છે, પરંતુ તેઓ ગંભીર રીતે બીમાર થવાથી બચી જશે.'

એક દિવસમાં 215 લોકોના મોત
NICD એ શુક્રવારે કહ્યું કે દેશભરમાં કોવિડ-29 ના 18,762 નવા કેસ સામે આવ્યા અને 215 લોકોના મોત થયા. જેમાંથી 63 ટકા કેસ ગાઉતેંગ પ્રાંતમાં સામે આવ્યા. માધીએ કહ્યું કે ત્રીજી લહેર અગાઉની લહેરોની સરખામણીમાં વધુ ચેપી છે અને તેમાં વધુ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે તમામ ચીજો એ તરફ ઈશારો કરી રહી છે કે આપણે કદાચ નવા વેરિએન્ટ ખાસ કરીને ડેલ્ટા વેરિએન્ટના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા છીએ. તેનો સંક્રામક દર સંપૂર્ણ રીતે અપ્રત્યાશિત છે અને સૌથી ખરાબ વાત એ છે કે હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા હજુ પણ ચરમ સીમાએ પહોંચી નથી, આ લહેરનો પીક આગામી 2થી 3 અઠવાડિયામાં આવશે. આવામાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. 

UK: મહિલાએ મહામારી વિશે પહેલાથી કરી હતી ભવિષ્યવાણી, જણાવ્યું- ક્યાં સુધી રહેશે મુશ્કેલી

કડક પ્રતિબંધો લગાવવાની માગણી
માધીએ સંક્રમણને ઓછું કરવા માટે લોકોના મોટી સંખ્યામાં  ભેગા થવા પર પ્રતિંબધ લગાવવાની માગણી કરી છે. ગાઉતેંગમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઝડપથી કોવિડ-19થી સંક્રમિત થવાના કારણે અનેક શાળાઓને બંધ કરાઈ છે. સરકારે બુધવારે શિક્ષકો માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. અત્રે જણાવવાનું કે દક્ષિણ આફ્રીકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 19 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 59,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news