Hepatitis C Virus: દર વર્ષે એક લાખ લોકોને મારનાર વાયરસની શોધ માટે મળ્યો નોબલ, જાણો શું છે આ બીમારી
સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષનો નોબલ પુરસ્કાર હાર્વે અલ્ટર (Harvey Alter), માઇકલ હોફટન (Michael Houghton) અને ચાર્લ્સ રાઇસ ( Charles Rice)ને આપવામાં આવ્યો છે.
સ્ટોકહોમઃ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષનો નોબલ પુરસ્કાર હાર્વે અલ્ટર (Harvey Alter), માઇકલ હોફટન (Michael Houghton) અને ચાર્લ્સ રાઇસ ( Charles Rice)ને આપવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિકોને હેપટાઇટિસ સી વાયરસની શોધ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. અલ્ટર અને ચાર્લ્સ અમેરિકાથી છે તો માઇકલ હોફટન બ્રિટનના નિવાસી છે.
વિશ્વની ત્રીજી સૌથી ઘાતક બીમારી છે હેપેટાઇટિસ સી
નોબલ પુરસ્કાર આપનારી સંસ્થાએ કહ્યું કે, આ વર્ષનો નોબલ પુરસ્કાર તે ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે, જેણે લોહીથી પેદા થનાર હેપેટાઇટિસ વિરુદ્ધ લડાઈમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ બીમારી એક મુખ્ય વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે જે દુનિયાભરના લોકોમાં સિરોસિર અને લિવર કેન્સરનું કારણ બને છે. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ લાભદાયક શોધ કરી છે. તેના કારણે હેપેટાઇટિસ સીની ઓળખ થઈ શકી છે.
ખુબ ખતરનાક છે હેપેટાઇટિસ સી
હેપેટાઇટિસ બીમારીનું ત્રીજુ રૂપ પહેલા બંન્નેથી વધુ ખતરનાક છે. આ દુનિયાની ત્રીજી એવી બીમારી છે જેનાથી દર વર્ષે એક લાખથી વધુ લોકોના મોત થાય છે. પ્રથમ નંબર પર એચઆઈપી અને બીજા નંબર પર ટીબી છે. તેથી આ શોધને આટલું મહત્વ આપવામાં આવ્યું છે.
પહેલા માત્ર હેપેટાઇટિસ એ અને બીની થઈ હતી ઓળખ
આ પહેલા માત્ર હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ બીની ઓળખ થઈ હતી. પરંતુ રક્તજન્ય હેપેટાઇટિસના મામલા હંમેશાથી અસ્પષ્ટ રહેતા હતા. હવે હેપેટાઇટિસ સી વાયરસની શોધે ક્રોનિક હેપેટાઇટિસના બાકી મામલાના કારણની જાણકારી મેળવવામાં આવી છે. તેનાથી બ્લડ ટેસ્ટ અને નવી દવાઓને બનાવવામાં આવી છે. તેની શોધને કારણે વિશ્વભરમાં લાખો જિંદગીઓ બચાવવામાં આવી છે.
Nobel Prize 2020: મેડિસિન ક્ષેત્રના નોબલ પુરસ્કારની જાહેરાત, જાણો કોને મળ્યો એવોર્ડ
શું છે હેપેટાઇટિસ, જાણો કેટલી છે ખતરનાક
હેપેટાઇટિસ એક ગ્રીક શબ્દ છે, જે લિવર અને સૂજન સાથે મળીને બન્યો છે. આ એક વાયરલ સંક્રમણ વાળી બીમારી છે. દારૂનું વધુ સેવન, વાતાવરણમાં રહેલા દૂષિત પદાર્થ અને ઓટોઇમ્યૂન રોગને કારણે આ બીમારી થાય છે. 1940મા તે ખ્યાલ આવી ગયો હતો કે હેપેટાઇટિસ મુખ્ય રૂપથી બે પ્રકારની હોય છે.
હેપેટાઇટિસ એ
આ બીમારી પ્રદૂષિત પાણી કે ભોજનથી ફેલાઇ છે. આ બીમારીની રોગી પર વધુ દિવસ સુધી અસર થતી નથી. થોડા દિવસની સારવાર બાદ રોગ સ્વસ્થ થઈ જાય છે.
હેપેટાઇટિસ બી
હેપેટાઇટિસનું આ રૂપ પહેલાની તુલનામાં વધુ ખતરનાક હોય છે. આ લોહી અને શરીરમાં રહેલ ફ્યૂઇડ દ્વારા ફેલાઇ છે. તે દર્દીની ઉપર ગંભીર અસર પેદા કરે છે. આ એટલા માટે ખતરનાક છે કારણ કે આ બીમારીના લક્ષણ રોગી સંપૂર્ણ રીતે ઝપેટમાં આવ્યા બાદ દેખાઇ છે. તેના મોટાભાગના મામલામાં દર્દી અપંગ થઈ જાય છે કે તેનું મોત થઈ જાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube