વોશિંગટનઃ રાષ્ટ્રપતિ પદેથી હટતા ડોનાલ્ડ ટ્રમ્પ પર અમેરિકાના કેટલાક નિયમો લાગૂ થઈ જશે. આ નિયમો મુજબ જ્યાં ટ્રમ્પના બાકી જીવનમાં કેટલાક પ્રતિબંધો લાગેલા રહેશે તો કેટલીક એવી શરતો લાગૂ થશે જેનાથી તેમના જીવનમાં પ્રાઇવેસી નામની કોઈ વસ્તુ રહેશે નહીં. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓની સાથે લાગૂ થનારા કેટલાક નિયમો કંટાળાજનક છે કે બરાક ઓબામા સહીત કેટલાક પૂર્વ રાષ્ટ્રપતિઓ આ વિશે બોલ્યા પણ હતા. આવો જાણીએ રાષ્ટ્રપતિ પદેથી હટતા ટ્રમ્પ પર ક્યા-ક્યા નિયમો લાગૂ થઈ જશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રાઇવિંગ પર લાગી જશે પ્રતિબંધ
અમેરિકાના બધા પૂર્વ રાષ્ટ્રપતિઓની જિંદગી હંમેશા ખતરામાં રહે છે. તેથી તેમને આજીવન સુરક્ષા મળે છે અને સિક્રેટ સર્વિસ એજન્ટ હંમેશા તેમની સાથે રહે છે. અમેરિકાના કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ સુમસામ રસ્તા પર તો ડ્રાઇવ કરી શકે છે, પરંતુ જાહેર સ્થળો પર ડ્રાઇવિંગ ન કરી શકે. 1963મા જોન એફ કેનેડી (John F. Kennedy)ની હત્યા બાદ 1963થી 1969 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહેલા લિન્ડન બી જોનસન  (Lyndon B. Johnson) જે છેલ્લા રાષ્ટ્રપતિ હતા જેમણે નિવૃતી બાદ ખુલ્લામાં ડ્રાઇવિંગ કર્યુ હતુ. 


જો બાઇડેન અને કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો? આ 10 વાતો છે ખુબ મહત્વની


જીવનભર મળે છે રાષ્ટ્રીય સુરક્ષાના મોટા અપડેટ્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર રહેતા તો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા  મુદ્દા પર તાજા જાણકારીઓ મળતી રહે છે, નિવૃતી બાદ પણ આ સિલસિલો યથાવત રહે છે. પૂર્વ રાષ્ટ્રપતિઓ પાસેથી રાષ્ટ્રીય સુરક્ષા પર આજીવન સલાહ લેવામાં આવે છે. 


દરેક પૂર્વ રાષ્ટ્રપતિના નામે પુસ્તકાલય
1955 પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરીઝ એક્ટ હેઠળ દરેક પૂર્વ રાષ્ટ્રપતિના નામ પર એક લાઇબ્રેરી હશે. આ લાઇબ્રેરીમાં સંબંધિત વ્યક્તિના રાષ્ટ્રપતિ તરીકે લેવામાં આવેલા નિર્ણયો અને તેમના કાર્યકાળની મુખ્ય ઘટનાઓની જાણકારી ઉપલબ્ધ હોય છે. આ નિર્ણય ત્યારે થયો જ્યારે રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને પોતાના કાર્યકાળમાં થયેલા વિશ્વ પ્રસિદ્ધ વોટગેટ કાંડ સાથે સંબંધિત જાણકારીઓ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. 


US Election:બાઇડેનનું તે સપનું જે 50 વર્ષ પછી થવા જઇ રહ્યું છે પુરૂ 


પૂર્વ રાષ્ટ્રપતિઓના અંગત જીવન પર પણ ગ્રહણ
પૂર્વ રાષ્ટ્રપતિઓના નામે આવનાર પેકેજ, પત્ર કે અન્ય વસ્તુઓની તપાસ સિક્રેટ સર્વિસ એજન્ટ કરે છે. અમેરિકાની પોસ્ટલ સર્વિસ પણ પૂર્વ રાષ્ટ્રપતિઓના નામે આવતા પેકેજની ઊંડી તપાસ કરે છે. તેમના ફોન, ચેટ, મેસેજ પર પણ સુરક્ષા એજન્સીઓની નજર રહે છે. એટલું જ નહીં પૂર્વ રાષ્ટ્રપતિ ક્યારેય એકલા રહી શકે નહીં. તેમની સાથે હંમેશા સિક્રેટ સર્વિસના સભ્યો પડછાયાની જેમ રહે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube