વક્સીનના એક ડોઝ બાદ બીજાના સમય પર સ્ટોક સમાપ્ત થયો તો શું થશે?
કોરોના વેક્સીન (Corona Vaccine)ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ હવે સરકાર સમક્ષ સૌથી મોટો પડકાર વેક્સીનનો સંગ્રહ જાળવી રાખવાનો છે. જેથી લોકોને યોગ્ય સમયે વક્સીનના 2 ડોઝ મળી શકે. આ કડીમાં યુકેના સ્વાસ્થ્ય વિભાગે એક ગાઈડલાઈન (Britain Corona Vaccine Guidelines) જારી કરી છે
લંડન: કોરોના વેક્સીન (Corona Vaccine)ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ હવે સરકાર સમક્ષ સૌથી મોટો પડકાર વેક્સીનનો સંગ્રહ જાળવી રાખવાનો છે. જેથી લોકોને યોગ્ય સમયે વક્સીનના 2 ડોઝ મળી શકે. આ કડીમાં યુકેના સ્વાસ્થ્ય વિભાગે એક ગાઈડલાઈન (Britain Corona Vaccine Guidelines) જારી કરી છે જે હવે ચર્ચાઓનું કેન્દ્ર બની છે.
આ પણ વાંચો:- આવી રહી છે કોરોનાથી પણ ખતરનાક મહામારી, ઈબોલા શોધનાર આ વૈજ્ઞાનિકે આપી ચેતવણી
આ ગાઈડલાઈન મુજબ, જો કોઈ વ્યક્તિને કોરોના વેક્સીન નો પ્રથમ ડોઝ કોઈ એક કંપનીનો આપ્યો છે, અને બીજા ડોઝના સમયે તે કંપનીની વેક્સીનનો સ્ટોક સમાપ્ત થઈ ગયો છે તો તે વ્યક્તિને બીજી કંપનીની કોરોના વેક્સીન રસી આપી શકાય છે. આ પાછળ બ્રિટિશ તંત્રનું તર્ક એ છે કે, સ્ટોક સમાપ્ત થવાની સ્થિતિમાં કંઇ ન લગાવવું તેના કરતા કંઇક લગાવવું વધુ સારું છે.
આ પણ વાંચો:- કોરોના વેક્સીન લેવાનો ઇનકાર કરી રહ્યા છે ફ્રન્ટ લાઇન વર્કર્સ, સામે આવ્યા ચોંકાવનારા આંકડા
બે વેક્સીનને મળી છે મંજૂરી
સાથે જ આ ગાઈડલાઈનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, વક્સીન લગાવના વ્યક્તિ જો ભૂલી જાય છે કે, તેણે વક્સીનનો પ્રથમ ડોઝ કઈ કંપનીનો લગાવ્યો હતો, તો તેને બંનેમાંથી કોઈપણ એક કંપનીની વેક્સીન લગાવવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે, બ્રિટનને બે કોરોના રસી એટલે કે ફાઈઝર (Pfizer) અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા (Oxford-AstraZeneca)ની ઈમરજન્સી મંજૂરી મળી ગઈ છે. બંનેની કોરોના વેક્સીન છે. આવી સ્થિતિમાં, કોઈપણની રસી આપવામાં આવે છે.
આ પણ વાંચો:- ચીનના અબજપતિ અને અલીબાબા સમૂહના માલિક છેલ્લા 2 મહિનાથી 'ગૂમ'
મિક્સ અને મેચ રસીકરણ
બ્રિટન (Britain)ના સ્વાસ્થય વિભાગે તેનું નામ મિક્સ અને મેચ રસીકરણ રાખ્યું છે. દુનિયાભરના વૈજ્ઞાનિકોએ બ્રિટનમાં આ અંગે અલગથી ચર્ચા કરી છે. આ સમગ્ર મુદ્દે CSIRના ડિરેક્ટર શેખર માંડે કહે છે કે આ આશ્ચર્યની વાત છે. કારણ કે વિજ્ઞાન જગતમાં આવું ક્યારેય બન્યું નથી. બ્રિટનના વૈજ્ઞાનિકોએ વિચાર્યું હોવું જોઈએ કે જે રીતે મિક્સ એન્ડ મેચની રીતથી પણ ઈમ્યુનિટી વધશે, તેથી જ તેઓએ નિર્ણય કર્યો.
આ પણ વાંચો:- દરેક ભારતીય માટે ગર્વની પળ!, UN Security Council માં આજે ભારતનો તિરંગો લહેરાશે
ક્લિનિકલ ટ્રાયલમાં છે ફોર્મ્યુલા
ડો. માંડેએ કહ્યું કે અત્યારે આપણે પૂર્વાગ્રહ ન રાખવો જોઈએ. કારણ કે યુકેમાં પણ રસી મિક્સ અને મેચની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. જેમાં લોકોને બે ડોઝમાં એક ડોઝ સ્પુટનિક અને બીજો ડોઝ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી આપવામાં આવે છે. પરંતુ તેની ક્લિનિકલ ટ્રાયલ હજી ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube