આવી રહી છે કોરોનાથી પણ ખતરનાક મહામારી, ઈબોલા શોધનાર આ વૈજ્ઞાનિકે આપી ચેતવણી

દુનિયામાં આવી રહી છે કોરોનાથી પણ ખતરનાક Disease X મહામારી? પ્રોફેસર Jean-Jacques Muyembe Tamfumની ચેતવણી

Updated By: Jan 4, 2021, 10:05 PM IST
આવી રહી છે કોરોનાથી પણ ખતરનાક મહામારી, ઈબોલા શોધનાર આ વૈજ્ઞાનિકે આપી ચેતવણી

કિન્શાસા (કોંગા): દુનિયામાં કોરોના (CoronaVirus) મહમારી હજી સુધી ગઈ નથી કે, ત્યાં એક જાણીતા વૈજ્ઞાનિકે તેનાથી પણ ખતરનાક બીમારીના આગમનની ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકનું કહેવું છે કે, આ નવી બીમારીના વાયરસ પહેલા કરતા પણ વધારે ખતરનાક હોઈ શકે છે.

ઈબોલા શાધનાર વૈજ્ઞાનિકે Disease Xને ગણાવી ગંભીર
લગભગ ચાર દાયકા પહેલા ઈબોલા વાયરસની શોધ કરનાર વૈજ્ઞાનિક પ્રોફેસર Jean-Jacques Muyembe Tamfumએ કહ્યું છે કે, આફ્રિકાના ઉષ્ણકટિબંધીય રેન ફોરેસ્ટ (African tropical rainforests)માંથી કેટલાક પ્રકારના ઘાતક વાયરસ ઉત્પન્ન થઈ રહ્યાં છે. જે માનવજાતી માટે ખુબ જ વિનાશકારી સાબિત થઈ શકે છે. તેમણે આવનારી બીમારીનું નામ ડિસીઝ એક્સ (Disease X) જણાવ્યું છે. વૈજ્ઞાનિકે કહ્યું છે કે, આ બિમારી કોવિડ-19 (COVID-19)ની જેમ જ ઝડપથી ફેલાઈ રહી છે અને ઈબોલા વાયરસ (Ebola virus)ની જેમ ઘાતક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો:- કોરોના વેક્સીન લેવાનો ઇનકાર કરી રહ્યા છે ફ્રન્ટ લાઇન વર્કર્સ, સામે આવ્યા ચોંકાવનારા આંકડા

મહિલામાં જોવા મળે છે Disease X ના લક્ષણ
પ્રોફેસર Jean-Jacques Muyembe Tamfumના જણાવ્યા અનુસાર હાલમાં જ કોંગાના ઇગેન્ડેમાં એક મહિલા હેમોરહેજિક તાવ (Hemorrhagic fever)ના લક્ષણ મળ્યા છે. તેનાથી લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. બાદમાં આ મહિલાની ઈબોલા તપાસ કરવામાં આવી પરંતુ તે નેગેટિવ આવી છે. તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, દર્દીમાં ડિસીઝ એક્સ (Disease X)ના શરૂઆતી લક્ષણ હતા. તેમણે કહ્યું કે,  Disease X કોવિડ-19થી પણ વધારે ખરાબ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો:- બ્રિટનમાં AstraZeneca-Oxford vaccine આપવાનું શરૂ, 82 વર્ષના વયોવૃદ્ધને રસી આપવામાં આવી

માનવતા માટે ખતરનાક સાબિત થશે Disease X
CNNને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રોફેસર Jean-Jacques Muyembe Tamfumએ કહ્યું, આજે અમે એક એવી દુનિયામાં છીએ, જ્યાં નવા વાયરસ બહાર આવશે અને આ વાયરસ માનવતા માટે ખતરો બની જશે. તેમણે કહ્યું કે, મારું માનવું છે કે, ભવિષ્યમાં આવનારી મહામારી કોરોના વાયરસથી પણ વધારે ખતરનાક હશે અને તે વધારે તબાહી મચાવનારી હશે. ડોક્ટરને ડર છે કે, કોંગામાં મળેલી પીડિત મહિલા Disease Xની પહેલી દર્દી છે. તેમણે કહ્યું કે, નવા વાયરસ કોરોનાની જેમ ઝડપથી ફેલાઈ શકે છે. તેનાથી મૃતકોની સંખ્યા ઇબોલાથી પણ 50થી 90 ટકા વધારે હશે.

આ પણ વાંચો:- ચીનના અબજપતિ અને અલીબાબા સમૂહના માલિક છેલ્લા 2 મહિનાથી 'ગૂમ'

ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization) (WHO)નું કહેવું છે કે, Disease X મહામારી હજુ પરિકલ્પના છે. તેના વિશે હજુ કોઈ પુખ્તા પુરાવા સામે આવ્યા નથી. જો કે, આ બધા વચ્ચે રશિયાના સાર્વજનિક સ્વાસ્થ્ય સંગઠને આ નવી બીમારીના સ્ત્રોતો અને અન્ય રિપોર્ટોની તપાસ શરૂ કરી છે. વૈજ્ઞાનિકોને ચિંતા છે કે, જો આ બીમારી ફેલાય છે તો પરિણામ ખુબજ ગંભીર હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube