નવી દિલ્હી: કોરોના વાયરસ (coronavirus)ની વધતી જતી ગતિએ જીંદગી પર બ્રેક લગાવી દીધી છે. રોડ પર સન્નાટો છે, લોકો ઘરોમાં કેદ થવા પર મજબૂર છે. એવામાં તમામના મોંઢે એક જ પ્રશ્ન છે કે આખરે આ કોરોના ક્યારે ખતમ થશે? સિંગાપુરના શોધકર્તાઓએ આ પ્રશ્નનો જવાબ શોધવામાં સફળતા મેળવી છે. સિંગાપુર યૂનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇન (SUTU)ના શોધકર્તાઓએ આર્ટિફિશિયલ ઇંટેલિજેન્સની મદદથી દુનિયાભરમાં કોરોનાના કેસનું વિશ્લેષણ કર્યા બાદ જણાવ્યું છે કે 131 દેશોમાં કોરોના ક્યાં સુધી ખતમ થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોધકર્તાઓ તેના માટે  ISR (susceptible-infected-recovered) મોડલનો ઉપયોગ કર્યો, જે મહામારીના જીવનચક્રથી માંડીને તેને ખતમ થવાની ભવિષ્યવાણી કરી છે દુનિયાભરથી કોરોના સંક્રમિત દર્દીઓના ડેટા ઓવર વર્લ્ડ વેબસાઇટ પરથી લેવામાં આવ્યા. આ ગણિતીય મોડલિંગના માધ્યમથી યૂનિવર્સિટીએ ભવિષ્યવાણી કરી છે કે દુનિયાભરમાંથી કોરોના વાયરસ 21 મે સુધી 97 ટકા અને 8 ડિસેમ્બર 2020 સુધી 100 ટકા ખતમ થઇ જશે. જોકે બહરીન અને કતર સહિત દેશોમાં ફેબ્રુઆરી 2021માં ક્રૂના નવા કેસ સામે આવી શકે છે.


રિસર્ચકર્તાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમના અનુમાનની સમય સીમામાં પરિવર્તન સંભવ છે. તો બીજી તરફ વેબસાઇટ 'ઓવર વર્લ્ડ ઇન'નું કહેવું છે કે કોરોના સંક્રમણના આંકડાને દરરોજ અપડેટ કરવામાં આવે છે અને આ વિશ્લેષણ અને અનુમાન ફક્ત શૈક્ષણિક અને શોધ ઉદ્દેશ્યો માટે છે. 


અધ્યયન અનુસાર, નીચે લખેલા દેશોમાં કોરોના વાયરસ આ રીતે ખતમ થશે:


1. ભારત - 21 મે


2. અમેરિકા - ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં (11 મેની આસપાસ 97 ટકા)


3. ઇટલી - ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં (7 મેની આસપાસ 97 ટકા)


4. ઇરાન -10 મે


5. તુર્કી - 15 મે


6. યૂનાઇટેડ કિંગડમ - 9 મે


7. સ્પેન - મેની શરૂઆતમાં


8. ફ્રાંસ - 3 મે


9. જર્મની - 30 એપ્રિલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર