કોલંબિયાઃ કહેવાય છે કે કુદરતના ચમત્કાર સામે દરેક નતમસ્તક હોય છે. કુદરતના એ રહસ્યને ઉકલેવામાં માણસો અસક્ષમ હોય છે. કેટલાક  એવા રહસ્ય છે જે અંગે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આજે પણ ધરતી પણ અનેક એવા સ્થળ છે જ્યાં કુદરતનો ચમત્કાર જોવા મળે છે. ત્યારે આજે અમે તમને એક એવી નદી વિશે જણાવીશું. જેની રોચક કહાની સાંભળી તમે પણ આશ્ચરમાં મૂકાઈ જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 અલગ અલગ રંગના પાણી વહે છે નદીમાં 
દક્ષિણ અમેરિકા મહાદ્વીપના કોલંબિયામાં એક એવી નદી આવેલી છે જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. આ નદી અલગ અલગ 5 રંગના પાણી સાથે વહેતી જોવા મળે છે. ક્યારે પાણીનો પીળો રંગ તો ક્યારે લાલ, ક્યારેક બ્લુ રંગ જોવા મળે છે. એટલા માટે જ આ નદીને રિવર ઓફ ફાઈવ કલર્સના નામથી ઓળખવામાં આવે છે. એટલું જ  નહીં પણ આ નદીને પ્રવાહી મેઘધનુષ્યના નામથી પણ ઓળખવામાં આવે છે.


આ પણ વાંચોઃ Pakistan Economic Crisis: જો આ થયું તો પાકિસ્તાનના પરમાણુ બોમ્બ 'છીનવી' લેશે અમેરિકા


પાણીના રંગ બદલાવવાનું શું છે કારણ?
કોઈ કહે કે નદીના પાણીનો રંગ બદલાય છે તો કોઈ વિશ્વાસ ના કરે. એવી રીતે આ નદી અંગે પણ કોઈ વિશ્વાસ નહોંતુ કરતું. પરંતુ આખરે કુદરતના ચમત્કાર સામે લોકો નતમસ્તક થયા. પરંતુ એની સાથે એ સવાલ પણ ઉઠ્યા કે પાણીના રંગ બદલાવવા પાછળ શું કારણ છે. તો તમને જણાવી દઈએ કે આ નદીમાં મેકાર્નિયા ક્લોવિંગેરા નામના છોડી મોટી માત્રામાં છે. આ છોડ સમયાંતરે રંદ બદલે છે જેના કારણ નદીના પાણીનો પણ રંગ બદલાય છે.


ક્યારે બદલાય છે નદીના પાણીનો રંગ?
5 અલગ અલગ રંદના પાણીથી વહેતી નદીને જોવા લોકો આતુર રહે છે. આ નદીમાં જૂનથી નવેમ્બર મહિનાની વચ્ચે પાણીનો રંગ બદલાય છે. એટલા માટે આ મહિનાઓમાં નદીને જોવા માટે લોકોનો ધસારો જોવા મળતો હોય છે. નેશનલ જિયોગ્રાફિક મુજબ આ નદી ઈડન ગાર્ડન એટલે કે દેવતાઓના શહેરમાં આવેલી છે. પરંતુ અહીં નદીના પાણીના બદલાતા રંગ જોવા પણ એક લ્હાવા સમાન છે.


આ પણ વાંચોઃ ખૂની ખેલ! પાકિસ્તાનને હવે થયો પસ્તાવો કે અમે ભૂલ કરી, પોષેલા સાપે જ ડંખ માર્યો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube