Global Health Emergency: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO એ 30 જાન્યુઆરી 2020 ના રોજ કોવિડ-19 ને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી એટલે કે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી હતી. ત્યારપછીથી કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો તેને લઈ 11 માર્ચ 2020 ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ-19 ને મહામારી જાહેર કરી હતી. પરંતુ 3 વર્ષ પછી લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે કે  WHO એ કોરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની કેટેગરીમાંથી હટાવી દેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


અચાનક ગભરામણ થવી, સતત ડર લાગવો, ધબકારા વધી જવા... આ બિમારીના છે લક્ષ્ણ, જાણો ઉપચાર


અમીર વ્યક્તિ પણ ખાતા પહેલા એકવાર વિચાર કરે એટલી મોંઘી છે આ આઈસક્રીમ


આ છે દુનિયાના સૌથી શક્તિશાળી અને અમૂલ્ય તાજ, જેને મળે છે તે કરે છે રાજ


પત્રકારો સાથે વાત કરતાં WHO ના વડા ડો. ટેડ્રોસે કહ્યું હતું કે,  WHOની ઈમરજન્સી કમિટીના નિષ્ણાંતોની 15મી બેઠક મળી હતી જેમાં કોરોના મહામારીને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની શ્રેણીમાંથી હટાવવા સલાહ આપી હતી. મહત્વનું છે કે જ્યારે WHO કોઈ રોગને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી તરીકે જાહેર કરે છે તો તેના તમામ સભ્ય દેશોએ પણ તે રોગને હેલ્થ ઈમરજન્સી તરીકે જાહેર કરી અને તેનો ફેલાવો રોકવા માટે કડક પગલાં લેવા પડે છે. 


કોવિડ-19 હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી તે જાહેરાત કરતાં  WHO દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે લોકો હજુ પણ કોરોનાથી મરી રહ્યા છે, બીમાર થઈ રહ્યા છે, આઈસીયુમાં દાખલ કરવા પડે છે તેથી હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે. કોવિડ-19ને ફક્ત ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની કેટેગરીમાંથી દૂર કરવામાં આવે છે પરંતુ તેનાથી કોરોનાનો અંત નથી આવતો.   


મહત્વનું છે કે WHO એ 30 જાન્યુઆરી 2020 ના રોજ કોવિડ-19 ને આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યું હતું હવે 3 વર્ષ પછી કોરોના ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની કેટેગરીમાંથી બહાર છે. પરંતુ આ 3 વર્ષ દરમિયાન કોવિડ-19 ને કારણે વિશ્વભરમાં 69 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.