આ છે દુનિયાના સૌથી શક્તિશાળી અને અમૂલ્ય તાજ, જેને મળે છે તે કરે છે રાજ

Most Powerful Crown Of The World: પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેકની ખબરની સાથે જ ફરી એકવાર કોહિનૂર જડિત તાજ પણ ચર્ચામાં આવ્યો છે. આજે તમને વિશ્વના સૌથી શક્તિશાળી અને બહુમૂલ્ય તાજ વિશે જણાવીએ. ફક્ત બ્રિટિશ પરિવાર સહિત અન્ય સામ્રાજ્ય પણ હતા જેમના મહારાજા અને મહારાણી આ તાજ પહેરતાં.  

બ્રિટિશ તાજ

1/6
image

પ્રથમ નંબર બ્રિટનની રાણીનો તાજ છે જેના પર કોહિનૂર જડેલો છે. જો કે બ્રિટિશ શાહી પરિવારે નિર્ણય લીધો છે કે પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેક દરમિયાન રાણી કેમિલાને આ તાજ પહેરાવવામાં નહીં આવે. 

રોમન સામ્રાજ્ય 

2/6
image

વિશ્વનો બીજો સૌથી શક્તિશાળી તાજ પવિત્ર રોમન સામ્રાજ્યનો છે. આ તાજ પણ કિંમતી હીરા અને રત્નજડિત છે. આ તાજ હાલમાં બ્રિટિશ મ્યુઝિયમમાં છે.

રશિયન સામ્રાજ્ય

3/6
image

વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી તાજ રશિયન સામ્રાજ્યનો છે. આ તાજને ગ્રેટ ઈંપીરિયલ ક્રાઉન કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે જેના માથા પર આ તાજ રહ્યો છે તેણે કોઈપણ વિરોધ વિના શાસન કર્યું છે.

ચેક ગણરાજ્ય 

4/6
image

ચોથા ક્રમે ચેક ગણરાજ્યનો તાજ આવે છે. પહેલીવાર આ તાજને સામાન્ય લોકોની સામે સમ્રાટ ચાર્લ્સ ચતુર્થની 700મી જન્મજયંતિ પર મુકવામાં આવ્યો હતો. બે અઠવાડિયા દરમિયાન આ તાજને 40 હજારથી વધુ લોકોએ જોયો હતો.

હંગરી

5/6
image

હંગરીનો તાજ વિશ્વના સૌથી શક્તિશાળી તાજની યાદીમાં પાંચમા ક્રમે આવે છે. 1200 વર્ષ સુધી હંગરીના દરેક રાજાએ આ તાજ પહેર્યો હતો.  1946 માં હંગરીમાં રાજાશાહીનો અંત આવ્યો અને ત્યાં લોકશાહી શરુ થઈ. પરંતુ આ તાજ આજે પણ દુનિયાના કિંમતી તાજની યાદીમાં સ્થાન ધરાવે છે.

નેધરલેન્ડ

6/6
image

નેધરલેન્ડનો તાજ પણ વિશ્વના સૌથી શક્તિશાળી અને કિંમતી તાજની યાદીમાં આવે છે. જ્યારે ક્વીન બેયાટ્રિક્સે 2013માં પોતાનું સિંહાસન છોડ્યું ત્યારે આ તાજ તેમના પુત્ર પ્રિંસ એલેક્સાંડરને આપવામાં આવ્યો અને તે રાજા બન્યો.