નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus) સતત વધી રહેલા કેસ વચ્ચે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) પ્રમુખ ટ્રેડર્સ એડેહનમ ગ્રેબેયેસસે વિશ્વને ચેતવણી આપી છે. ડબલ્યુએચઓ પ્રમુખે એક ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, અમે આ અલગ-થલગ વિશ્વની સાથે વૈશ્વિક મહામારી કોરોના વાયરસને મ્હાત આપી શકે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronaupdate: છેલ્લા 24 કલાકમાં 563 કેસ, 560 દર્દી ડિસ્ચાર્જ; 21ના મોત

ટ્રેડોસ એડેહનમ ગ્રેબેયેસસે કહ્યું કે, વિશ્વની સામે મોટો પડકાર વાયરસ પરંતુ વૈશવિક એકજુટતા અને વૈશ્વિક નેતૃત્વનો અભાવ છે. તેમણે કહ્યું કે, રાજનીતિકરણે આ મહામારીને વધારી દીધી છે. તેના કારણે કોઇ ત્યાં સુધી સુરક્ષીત નથી, જ્યાં સુધી આપણે પણ સુરક્ષીત નથી. ગત્ત અઠવાડીયે ડબલ્યુએચઓનાં પ્રમુખે કોરોના વાયરસનાં નવા અને ખતરનાક તબક્કાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, કોરોનાને ફેલાતો અટકાવવા માટે લગાવાયેલા લોકડાઉનથી આર્થિક નુકસાન થયુ છે, પરંતુ કોરોના વાયરસ પર હાલ પણ એક મોટો ખતરો છે. 


જગન્નાથ મંદિરે પહોંચ્યા સીએમ રૂપાણી, પત્ની અંજલિ સાથે કર્યા ભગવાનના દર્શન

તેમણે આગળ કહ્યું કે, અમે જાણીએ છીએ કે, મહામારી સ્વાસ્થ સંકટ છે, એક સામાજિક સંકટ છે. અનેક દેશોમાં રાજનીકિત સંકટ પણ છે. તેનો પ્રભાવ આગાી દશકો સુધી અનુભવી શકાશે. હાલ સમગ્ર વિશ્વએ તેની સામે એક થઇને કોરોના વાયરસની સામે જીતવું પડશે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube