કોણ છે હાના રાવહિતી જેણે ન્યૂઝીલેન્ડની સંસદમાં બિલ ફાડતા કર્યો ડાન્સ, જુઓ VIDEO
ન્યૂઝીલેન્ડની સંસદનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક સાંસદ કાગળને ફાડી રહ્યાં છે અને ડાન્સ કરવા લાગે છે. તે ન્યૂઝીલેન્ડના સૌથી યુવા સાંસદ છે અને એક બિલનો વિરોધ કરી રહ્યાં છે. તેના કારણે તે બિલના કાગળ ફાડે છે.
નવી દિલ્હીઃ ફરી એકવાર ન્યુઝીલેન્ડની સંસદમાં જોવા મળ્યો સાંસદનો ડાન્સ.. ન્યુઝીલેન્ડના યુવા સાંસદ હાના રાવહિતી મૈપી ક્લાર્ક ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.. આ વખતે તેમણે એવો વિરોધ દર્શાવ્યો કે, વિશ્વભરમાં તેમના વિરોધના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે.. હાનાએ વિરોધ દર્શાવતા એક પત્ર ફાડીને ફેંક્યો, સાથે જ હાકા ડાન્સ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો....
ન્યુઝીલેન્ડની સંસદમાં સાંસદ સંધિ સિદ્ધાંત બિલ પર મતદાન ચાલી રહ્યું હતું... આ દરમિયાન અચાનક હાના રાવહિતી ઉભા થાય છે, પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે અને બિલની કોપી ફાડીને પારંપારિક હાકા નૃત્ય કરીને પોતાનો વિરોધ દર્શાવે છે... જોકે હાના રાવહિતીનું આ રૌદ્ર્ રૂપ જોતા જ સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવાય છે.. જોકે પહેલીવાર એવું નથી કે હાનાએ સંસદમાં આવી રીતે પ્રદર્શન કર્યું છે.. અગાઉ પણ પ્રથમવાર સંસદમાં આવ્યા બાદ તેમણે સંસદની ચાલુ કાર્યવાહી દરમિયાન આવી જ રીતે વિરોધ દર્શાવ્યો હતો...
હવે સૌથી યુવા સાંસદ હાનાએ જે બિલની કોપી ફાડી તેની વાત કરીએ તો, વિવાદનો મૂળ છે 1840ની વેટાંગી સંધિથી જોડાયેલા સિદ્ધાંત.. જે મુજબ માઓરી જનજાતિને બ્રિટિશ હુકમત સ્વીકારવા બદલ પોતાની ભૂમિ અને અધિકારોની રક્ષાનું વચન અપાયું હતું.. જોકે નવા બિલમાં તમામ લોકોને સમાન સિદ્ધાંત લાગુ કરવાની વાત કરાઈ છે.. જેને માઓરી નેતાઓ સ્વદેશી અધિકારોનું હનન માને છે..
જોકે હાકા નૃત્યથી કેમ વિરોધ કરાયો તે પણ સમજીએ... હાકા એ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત દ્વીપોનું એક પરંપરાગત નૃત્ય છે. ન્યુઝીલેન્ડના રગ્બીના ખેલાડીઓ તેમની મેચ પહેલા આ રૂપથી પ્રદર્શન કરતા, જેના કારણે હાકા નૃત્ય વધુ પ્રચલિત બન્યું.. આ નૃત્યમાં આક્રમક મુદ્રાઓ સાથે પગ પછાડી અને બૂમો પાડીને નાચવામાં આવે છે.. આમ તો હાકા આવનારી જનજાતિઓના સ્વાગત માટેની એક રીત હતી, પરંતુ યુદ્ધમાં જતા યોદ્ધાઓમાં પણ હાકાથી જોશ ભરવામાં આવતો હતો.. જોકે હવે સંસદમાં પણ હાકા નૃત્ય થતા વિશ્વભરમાં તેની ચર્ચા થઈ રહી છે.