Kate Middleton: કેટ મિડલટનના નામે દુનિયાભરમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ જોર પકડી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર વેર ઈઝ કેટ મિડલટન ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે પ્રિન્સેસ ઓફ વ્હેલ્સ કેટ મિડલ્ટન લાપતા છે તો કેટલાકનું કહેવું છે કે બ્રિટનનો શાહી પરિવાર લોકોથી સત્ય છુપાવી રહ્યો છે. કેટ મિડલટન લાપતા છે તે વાતની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે એક ફોટો વાયરલ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Dandruff: 7 દિવસમાં ડેન્ડ્રફ થશે સાફ, વાળને સુંદર અને ડેન્ડ્રફ ફ્રી બનાવશે આ નુસખા


જાન્યુઆરી મહિનામાં તેમની એક સર્જરી થઈ હતી ત્યાર પછી 10 માર્ચે તેમની પહેલી ફોટો સામે આવી હતી. તે સમયે ચર્ચા થઈ કે આ ફોટો એડિટ કરેલો છે. કેટ મિડલટન બ્રિટિશ શાહી પરિવારની વહુ છે અને પ્રિન્સ વિલિયમની પત્ની છે. કેન્સલ્ટિંગ પેલેસ તરફથી 17 જાન્યુઆરીએ જણાવવામાં આવ્યું હતું કે કેટ મિડલટન હોસ્પિટલમાં દાખલ છે. તેમની એક અબડોમીનલ સર્જરી કરવાની છે. સર્જરી પછી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે સર્જરી સફળ રહી છે અને 10 થી 14 દિવસ પ્રિન્સેસ ઓફ વ્હેલ્સને હોસ્પિટલમાં એડમિટ રહેવું પડશે ત્યાર પછી તે ઘરે પરત ફરશે. 


આ પણ વાંચો:ચોખામાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે સાથે રાખી દેજો આમાંથી કોઈ એક વસ્તુ


જોકે કેટ મિડલટન છેલ્લી વખત પબ્લિકલી વર્ષ 2023 માં ક્રિસમસ પર જોવા મળી હતી. તે ચર્ચની બહાર પોતાના પતિ પ્રિન્સ વિલિયમ સાથે જોવા મળી હતી તે દરમિયાન તેના બાળકો સાથે જોવા મળ્યા હતા. ત્યાર પછી કેટ મિડલટન પબ્લિકલી જોવા મળી નથી.


કેટ મિડલટન પૂરું નામ કેથરીન પ્રિન્સેસ ઓફ વ્હેલ્સ છે જે બ્રિટિશ રોયલ પરિવારની મહત્વની સભ્ય છે. 29 એપ્રિલ 2011 ના રોજ કેટ મિડલટન અને પ્રિન્સ વિલિયમના લગ્ન થયા હતા તેમના લગ્નના બે વર્ષ પછી 2013 માં તેમના ઘરે પહેલા બાળકનો જન્મ થયો હતો. હાલ પ્રિન્સ વિલિયમના ત્રણ બાળકો છે.