કોણ છે વેદાંત પટેલ? જેમને અમેરિકાના વિદેશ મંત્રાલયમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી
અમેરિકી વિદેશ મંત્રાલયે ભારતીય મૂળના વેદાંત પટેલને મહત્વની જવાબદારી સોંપી છે. આ મહિને પોતાના પદ પરથી મુક્ત થનાર વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસની જગ્યાએ ભારતીય-અમેરિકી વેદાંત પટેલને વચગાળાના પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં જન્મેલા પટેલ નાની ઉંમરમાં વ્હાઇટ હાઉસમાં ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે.
ન્યૂયોર્કઃ અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસ ટૂંક સમયમાં પોતાનું પદ છોડી દેશે. વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત પ્રમાણે ભારતીય-અમેરિકી વેદાંત પટેલ હવે વચગાળાના પ્રવક્તાનો ચાર્જ સંભાળશે. પટેલ હાલમાં ઉપ પ્રવક્તા તરીકે કામ કરી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસન દરમિયાન વિભાગની દૈનિક પ્રેસ બ્રીફિંગ શરૂ કરવા માટે બ્લિન્કને પ્રાઈસના વખાણ પણ કર્યા હતા. બ્લિન્કને કહ્યું કે કાર્યભાર સંભાળ્યા પછી પ્રાઈસે 200થી વધારે પ્રેસ બ્રીફિંગ કર્યુ અને આ દરમિયાન તેમણે સંવાદદાતાઓની સાથે સાથે પોતાના સહકર્મચારીઓ અને દરેકની સાથે સન્માનજનક વ્યવહાર કર્યો.
વચગાળાના પ્રવક્તાનો ચાર્જ સંભાળશે:
બાઈડેન પ્રશાસને હજુ સુધી નેડ પ્રાઈસની જગ્યાએ બીજા કોઈના નામની જાહેરાત કરી નથી. જોકે વેદાંત પટેલને વચગાળાના પ્રવક્તાનો ચાર્જ સોંપ્યો છે. પટેલને ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ બાઈડેન પ્રશાસને મહત્વની જવાબદારી સોંપતા ઉપ પ્રવક્તા બનાવ્યા હતા. ગુજરાતમાં જન્મેલા વેદાંત પટેલનો ભારત સાથેનો ગાઢ નાતો છે.
આ પણ વાંચો- હોળીના દિવસે સ્પેશિયાલિસ્ટ હિન્દુ ડોક્ટરનું ગળું કાપીને કરપીણ હત્યા, જાણો સમગ્ર વિગત
કોણ છે વેદાંત પટેલ:
33 વર્ષના ભારતીય-અમેરિકી વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો છે. તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટી, રિવરસાઈડથી ગ્રેજ્યુએશન કર્યુ છે. પટેલ અનેક રાજકીય અભિયાનો પર પણ કામ કરી ચૂક્યા છે. વ્હાઈટ હાઉસમાં અનેક મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. વેદાંત પટેલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના સહાયક પ્રેસ સેક્રેટરી અને પ્રવક્તાના રૂપમાં કામ કર્યુ હતું. જ્યાં તેમણે શાનદાર મીડિયા સંબંધો અને કમ્યુનિકેશન સ્ટ્રેટેજી મેનેજમેન્ટથી બાઈડેન પ્રશાસનમાં પોતાની એક મહત્વની જગ્યા બનાવી.
પટેલની પાસે છે આ અનુભવ:
પટેલને વિવિધ રાજકીય અભિયાનો પર કામ કરવાનો અનુભવ છે. તેમણે કોંગ્રેસી માઈક હોન્ડા અને કોંગ્રેસ વૂમન પ્રમિલા જયપાલ માટે કામ કર્યુ છે. અહીંયા તેમણે કમ્યનિકેશન ડાયરેક્ટર તરીકે કામ કર્યુ. તેમની પાસે અધિકારીઓ અને રાજકીય ઉમેદવારોની સાર્વજનિક છબિને શાનદાર બનાવવાનો અનુભવ છે. અને તેના જ કારણે તે આજની તારીખમાં ડેમોક્રેટિક પાર્ટી માટે એક મહત્વનો ચહેરો બની ગયા છે.
આ પણ વાંચોઃ 106 મુસાફર ભરેલી ટ્રેન ગુફામાં ઘૂસી, અને અચાનક ગાયબ થઇ! વર્ષો બાદ પણ ભેદ ન ઉકેલાયો
પોતાની નિયુક્ત પર કર્યુ ટ્વીટ:
પોતાની નિયુક્તિની જાહેરાત પછી પટેલે ટ્વીટ કર્યુ કે હંમેશા નેડ પ્રાઈસની છત્રછાયામાં રહ્યો છું. તેમની વાકપટુતા, તેમનું ઉદાર વ્યક્તિત્વ, વિદેશ નીતિની ઉંડી સમજ, વિદેશ વિભાગ અને ટીમ પ્રત્યે તેમની જબરદસ્ત વફાદારી માટે ધન્યવાદ. તેમની સાથે શાનદાર સમય પસાર કર્યો છે. અને ખુશી આ વાતની છે કે તે બહુ જઈ રહ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube