Italy Railways: 106 મુસાફર ભરેલી ટ્રેન ગુફામાં ઘૂસી, અને અચાનક ગાયબ થઇ! વર્ષો બાદ પણ ભેદ ન ઉકેલાયો

Railway News : આ ટ્રેનને લીને દુનિયાભરમાં એક જ થિયરી આપવામા આવે છે કે, આ ટ્રેને ટાઈમ ટ્રાવેલા કર્યું છે અને તે અહીંથી ગાયબ થઈને બીજી દુનિયામાં પહોંચી ગઈ છે... જોકે, હકીકત શું છે તે વર્ષો બાદ પણ કોઈ જાણી શક્યુ નથી...

Italy Railways: 106 મુસાફર ભરેલી ટ્રેન ગુફામાં ઘૂસી, અને અચાનક ગાયબ થઇ! વર્ષો બાદ પણ ભેદ ન ઉકેલાયો

Mysterious Train Accident: તમે ક્યારેક બરમુડા ટ્રાયએંગલ વિશે સાંભળ્યું હશે. જેની ગણના રહસ્યમય જગ્યાઓમાં થાય છે. એવું કહેવાય છે કે, અહીંથી જે પસાર થાય છે તે ગાયબ થઇ જાય છે. 100 વર્ષમાં લગભગ 75 જેટલા વિમાન પણ ગુમ થયા છે. આજે એક એવી જ રહસ્યમય કહાની વિશે જણાવીશું જે જાણીને તમે દંગ રહી જશો. 

મીડિયા રિપોર્ટ અનુસાર ઇટલીની ઝેનેટી રેલવે કંપનીએ નવી ટ્રેન બનાવી. કંપનીએ ટ્રાયલ રનમાં લોકોને ફ્રીમાં મુસાફરી કરવાની તક આપી. આ ટ્રેનમાં લગભગ 106 લોકો હતા જેમાં રેલવે કર્મચારીઓ પણ શામેલ હતા. સ્ટેશન છોડીને ટ્રેન થોડીવાર દોડતી રહી. પરંતુ એક સુરંગ આવી અને ટ્રેન અચાનક ગાયબ થઇ ગઇ. આગળના રેલવે સ્ટેશન પર લોકો રાહ જોતા રહ્યા પરંતુ ટ્રેન ત્યાં સુધી પહોંચી નહીં. 

આ પણ વાંચો : 

Italy Railways: सुरंग में घुसी ट्रेन यात्रियों समेत हुई थी लापता! जिसका 112 बाद भी नहीं चल सका पता

આ રહસ્યમય ટ્રેનની ઘટના વર્ષ 1911માં ઘટી હતી. જેમાં 106 યાત્રિકો ભરેલી ટ્રેન ક્યા ગાયબ થઇ તે આજે પણ એક પ્રશ્ન જ છે. 

ત્યાર બાદ એવું કહેવામાં આવે છે કે, મેક્સિકોની એક લેડી ડૉક્ટરે દાવો કર્યો હતો કે, તે જે હોસ્પિટલમાં કામ કરે છે. ત્યાં 104 દર્દીઓને રહસ્યમય રીતે એડમિટ કર્યા હતા. તેને એવું કહેવાયું કે, તમામ યાત્રિઓ ટ્રેન મારફતે આવ્યા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, તે સમયે એવો કોઇ રૂટ હતો જ નહીં કે સીધું મેક્સિકો પહોંચી શકાય. આવા અમૂક કારણોસર આ ટ્રેનને ભૂતિયા ટ્રેન પણ કહેવામાં આવે છે. આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે કહેવું મુશ્કેલ છે પરંતુ ટ્રેન ગાયબ થવાની ઘટના ચોંકાવનારી કહીં શકાય. 

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news