ઓમિક્રોન વેરિએન્ટ પર WHO એ કહી ચિંતાજનક વાત, મૃત્યુદરમાં થઈ શકે છે વધારો
વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક નિવેદનમાં કહ્યું કે, વૈશ્વિક સ્તર પર વેરિએન્ટ ઓફ કન્સર્ન સાથે જાડોયાલે કેસની સંખ્યા વધવાને કારણે અમને લાગે છે કે હોસ્પિટલો ભરવા અને મોતોની સંખ્યા વધી શકે છે.
જિનેવાઃ કોરોના સંક્રમણના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ ચિંતાજનક વાત કહી છે. મહત્વનું છે કે આ વેરિએન્ટથી મોતનો પ્રથમ કેસ સામે આવ્યો છે. બ્રિટનમાં આ વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિનું મૃત્યું થયું છે. આ દુનિયાનો મોતનો એકમાત્ર કેસ છે. આ વચ્ચે સંગઠને કહ્યું કે, નવા સ્ટ્રેનને કારણે હોસ્પિટલ ભરાવાની સાથે-સાથે મૃત્યુદરમાં વૃદ્ધિ થઈ શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક નિવેદનમાં કહ્યું કે, વૈશ્વિક સ્તર પર વેરિએન્ટ ઓફ કન્સર્ન સાથે જાડોયાલે કેસની સંખ્યા વધવાને કારણે અમને લાગે છે કે હોસ્પિટલો ભરવા અને મોતોની સંખ્યા વધી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ની સ્વાસ્થ્ય એજન્સીએ તે પણ કહ્યું કે, નવા વેરિએન્ટથી સંક્રમિત લોકોની સ્થિતિનો સારી રીતે અંદાજ લગાવવા વધુ જાણકારીની જરૂર છે. તેમણે દેશોને હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે જોડાયેલી જાણકારી આપવાનું કહ્યું છે.
આ પણ વાંચોઃ શું સ્પેસની ઝીરો ગ્રેવિટીમાં થઈ શકે છે સેક્સ? લેખકનો દાવો- પોઝિશનને લઈને અભ્યાસ કરી રહ્યું છે NASA
નવો વેરિએન્ટ અત્યાર સુધી 60થી વધુ દેશોમાં ફેલાયો
સંગઠને પાછલા સપ્તાહે નવા વેરિએન્ટને લઈને ઘણી જાણકારીઓ આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ ક્યાં સુધી ફેલાશે અને તેમાં નવા મ્યૂટેશનની સંખ્યા કેટલી છે. વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીએ સલાહ આપી હતી કે નવા વેરિએન્ટનો મહામારી પર એક મોટો પ્રભાવ પડી શકે છે. તેમણે તે પણ કહ્યું હતું કે હાલ તેને લઈને કંઈપણ પુષ્ટિ કરવી ઉતાવળ ગણાશે. નવો વેરિએન્ટ અત્યાર સુધી 60થી વધુ દેશોમાં ફેલાયો છે.
કેનેડામાં ઓમિક્રોન વેરિએન્ટનો કમ્યુનિટી સ્પ્રેડ
કેનેડામાં ઓમિક્રોન વેરિએન્ટનો કમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયો છે. દેશના મુખ્ય જન સ્વાસ્થ્ય અધિકારી થેરેસા તામોએ તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, અમે કમ્યુનિટી ટ્રાન્સમિશન જોઈ રહ્યાં છીએ. સંભવતઃ તેની શરૂઆત થઈ છે, પરંતુ આવનારા દિવસોમાં તેમાં તેજી જોવા મળી શકે છે. અમને છેલ્લા કેટલાક દિવસોમાં આ વેરિએન્ટ વિશે વધુ જાણકારી મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube