શું સ્પેસની ઝીરો ગ્રેવિટીમાં થઈ શકે છે સેક્સ? લેખકનો દાવો- પોઝિશનને લઈને અભ્યાસ કરી રહ્યું છે NASA
Couples Space Mission: કોહલરે કહ્યુ કે, તેનું પરીક્ષણ બે ડુક્કર પર થયું. પરિણામોની વીડિયો ટેપિંગ કરવામાં આવી પરંતુ તે એટલું સંવેદનશીલ હતું કે નાસાને તેની માત્ર એક સેન્સર્ડ કોપી આપવામાં આવી.
Trending Photos
વોશિંગટનઃ ધરતી પર વૈજ્ઞાનિકોની સ્પેસમાં રૂચિ વધી રહી છે. તેવામાં હવે તે સવાલ ઉઠી રહ્યો છે કે ભવિષ્યમાં જો મનુષ્યોએ અંતરિક્ષમાં લાંબો સમય પરાત કરવો પડે છે તો શું તે સ્પેસમાં સેક્સ કરી શકે છે? અત્યાર સુધી આશરે 500 લોકોએ સ્પેસમાં પગ મુક્યો છે. પરંતુ આ આંકડો અલગ-અલગ લોકો માટે ભિન્ન પણ હોઈ શકે છે જે તે વાત પર નિર્ભર કરે છે કે અંતરિક્ષની સરહદ ક્યાંથી શરૂ થાય છે.
તેમ છતાં જો આ આંકડાને સાચો માનીએ તો અંતરિક્ષમાં સેક્સ કરનારની સંખ્યા હજુ પણ અજાણી છે. ડેલીસ્ટારના રિપોર્ટ પ્રમાણે ફ્રાન્સના વૈજ્ઞાનિક લેખક પિયરે કોહલરે પોતાના પુસ્તક 'ધ ફાઇનલ મિશન: મીર, ધ હ્યૂમન એડવેન્ચર'માં દાવો કર્યો છે કે 1996 સુધી એક કપલ અંતરિક્ષમાં યૌન સંબંધ બનાવી ચુક્યુ હતું. તેમણે કહ્યું કે, અંતરિક્ષમાં સેક્સનો મુદ્દો ગંભીર છે. આ સંબંધમાં અત્યાર સુધી કરેલા પ્રયોગ ભવિષ્યમાં કપલના સ્પેસ મિશન સાથે સંબંધિત છે.
આ પણ વાંચોઃ ક્યારેક પૈસા કમાવવા માટે ટેક્સી ડ્રાઇવર બન્યા હતા પુતિન, રશિયાના રાષ્ટ્રપતિએ ખોલ્યા જિંદગીના રાઝ
નાસાએ શરૂ કર્યો સીક્રેટ પ્રોજેક્ટ
કોહલર પ્રમાણે નાસાએ તે માટે STS-XX કોડનેમની સાથે એક સીક્રેટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તે એ વાતની તપાસ કરે છે કે માઇક્રોગ્રેવિટીમાં કઈ સેક્સ પોઝિશન સંભવ છે. વૈજ્ઞાનિકોએ તે માટે કમ્પ્યૂટર મોડલનો ઉપયોગ કર્યો, તે જોવા માટે કે સ્પેસ કેપ્સૂલમાં જ્યાં સ્થિર રહેવું મુશ્કેલ છે, શું ત્યાં કપલ માટે સેક્સ કરવું સંભવ છે. તે માટે તેમણે અલગ-અલગ પોઝિશન પર અભ્યાસ કર્યો.
બે ડુક્કર પર થયો પ્રયોગ
કોહલરે કહ્યુ કે, તેનું પરીક્ષણ બે ડુક્કર પર થયું. પરિણામોની વીડિયો ટેપિંગ કરવામાં આવી પરંતુ તે એટલું સંવેદનશીલ હતું કે નાસાને તેની માત્ર એક સેન્સર્ડ કોપી આપવામાં આવી. પરંતુ નાસાએ કોહલરના દાવાને નકારી દીધો છે અને ભાર આપીને કહ્યું કે, આવો પ્રયોગ ક્યારેય થયો નથી. રશિયન અંતરિક્ષ એજન્સીએ પણ આ દાવાનું ખંડન કર્યું છે. નાસાએ એક સાથે અંતરિક્ષમાં જનાર લગ્ન કરેલ કપલ વિરુદ્ધ કડક નિયમ બનાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે