બર્લિન: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ કહ્યું છે કે, તે હોસ્પિટલમાં દાખલ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓની સારવારમાં એન્ટી મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન (Hydroxychloroquine) અસરકારક છે કે કેમ તે અંગે ચાલી રહેલું પરિક્ષણ બંધ કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- PM મોદીની એક ટ્વિટ...જવાબમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- 'થેંક્યુ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે'


ડબ્લ્યુએચઓએ શનિવારે કહ્યું હતું કે, તેમના પરિક્ષણનું દેખરેખ રાખતી સમિતિની હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને એચઆઇવી/એઇડ્સના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા લોપિનાવિર/રિટોનાવિરના પરિક્ષણને બંધ કરવાની ભલામણો સ્વીકારી લીધી છે. ઓર્ગેનાઇઝેશને કહ્યું કે, વચગાળાનાં પરિણામો બતાવે છે કે, હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને લોપિનાવિર/રિટોનાવિરના ઉપયોગથી હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીના મૃત્યુ દરમાં ઘટાડો થયો નથી.


આ પણ વાંચો:- ચીનનું સમર્થન કરી પોતાના દેશમાં ઘેરાયા ઇમરાન ખાન, વિદેશ વિભાગે આપી ચેતવણી


તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં દાખલ જે દર્દીઓને આ દવા આપવામાં આવી, તેમના મૃત્યુ દરમાં વધારો થવાના કોઈ નક્કર પુરાવા નથી, જ્યારે આ દવાઓને લગતા પરીક્ષણોના ક્લિનિકલ લેબોરેટરીના પરિણામોએ સલામતીને લગતા કેટલાક સંકેતો દર્શાવ્યા હતા. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી દર્દીઓ પર સંભવિત પરિક્ષણને અસર થશે નહીં, જેઓ હોસ્પિટલમાં દાખલ નથી અથવા કોરોના વાયરસના સંપર્કમાં આવે તે પહેલાં અથવા ટૂંક સમયમાં દવા લઇ રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube