ચીનનું સમર્થન કરી પોતાના દેશમાં ઘેરાયા ઇમરાન ખાન, વિદેશ વિભાગે આપી ચેતવણી

પાકિસ્તાનના વિદેશ વિભાગે ઇમરાન ખાનને ચેતવણી આપી છે. વિદેશ વિભાગે કહ્યું કે, જો પાકિસ્તાન ચીનનું સમર્થન કરવાનું છોડતું નથી તો તેણે વૈશ્વિક સ્તર અલગ થવાનો સામનો કરવો પડશે. 

ચીનનું સમર્થન કરી પોતાના દેશમાં ઘેરાયા ઇમરાન ખાન, વિદેશ વિભાગે આપી ચેતવણી

ઇસ્લામાબાદઃ ચીન સાથે દોસ્તી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (PM inran khan)ને મોંઘી પડવા લાગી છે. ચીનના સમર્થનને લઈને પાકિસ્તાનના વિદેશ વિભાગે ઇમરાન ખાનને ચેતવણી આપી છે. વિદેશ વિભાગે કહ્યું કે, જો પાકિસ્તાન ચીનનું સમર્થન કરવાનું નહીં છોડે તો તેણે વૈશ્વિક સ્તરે અલગ થવાનો સામનો કરવો પડશે. 

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે વિદેશ વિભાગે કહ્યું કે, ભારત તણાવ અને કોરોના સંકટને કારણે ચીન આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકાનો સામનો કરી રહ્યું છે, જો પાકિસ્તાન ચીનની સાથે પોતાની નીતિઓની સમીક્ષા નહીં કરે તો તે વિશ્વની આર્થિક શક્તિઓના ગુસ્સાને ભડકાવશે. આ શક્તિઓ ભારતની સાથે ટકરાવ બાદ ચીનને વિશ્વ સ્તર પર અલગ-થલગ કરવા માટે કામ કરી રહી છે. 

અમેરિકામાં બાયકોટ ચાઇનાના નારા, ટાઇમ્સ સ્ક્વેર પર ડ્રેગન વિરુદ્ધ મોટુ પ્રદર્શન  

ચીનનું આંખ બંધ કરી સમર્થન કરી રહેલા પાકિસ્તાનને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે યૂરોપીય યૂનિયન અને બ્રિટને પાકિસ્તાની એરલાઇન્સના વિમાનોને ઉડાન ભરવા માટે પ્રતિબંધિત કરી દીધા છે. પાકિસ્તાન યૂરોપીય દેશોને તે સમજાવવાનો પ્રયાસ કર્યો કે, તેની પાસે પાયલોટ યોગ્ય છે પરંતુ નિર્ણય પર કોઈ અસર પડી નથી. 

ચીનની વિરુદ્ધ પાકિસ્તાનમાં ગુસ્સો
યૂરોપીયરાષ્ટ્ર ભારતની વિરુદ્ધ આક્રમક વલણ માટે રાજદ્વારી સ્તર પર ચીનને અલગ-થલગ કરવા તરફ વધી રહ્યાં છે અને પાકિસ્તાની સૂત્રોનું માનવું છે કે ઇસ્લામાબાદ પણ તેનો સામનો કરવો પડી શકે છે. પાકિસ્તાનમાં ચીન વિરુદ્ધ પહેલાથી ગુસ્સો છે. બલૂચિસ્તાન અને ગિલગિત બાલ્ટિસ્તાનમાં જે રીતે ચીન CPEC માટે પાકિસ્તાનના સંસાધનોનું શોષણ કરીરહ્યું છે, તેને લઈને ત્યાંના લોકોમાં ખુબ ગુસ્સો છે. 

બલૂચ અને ગિલગિત બાલ્ટિસ્તાનના લોકોને નોકરીએ મળી રહી નથી, કારણ કે ચીની કંપનીઓ ચીની મજૂરોપાસે ઓછા પૈસામાં કામ કરાવવાનું પસંદ કરે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news