સાવધાન! ઘટ્યો નથી કોરોનાનો ખતરો, WHOએ આપી વધુ એક નવા ખતરનાક તબક્કાની ચેતવણી
જો તમને લાગે છે કે કોરોના વાયરસ નબળો પડ્યો છે અને તમને ખતરો નથી તો તમારે ચેતી જવાની જરૂર છે.
જિનેવાઃ જો તમને લાગે છે કે કોરોના વાયરસ (Corona Virus) નબળો પડી રહ્યો છે અને હવે તમને વધુ ખતરો નથી, તો તમે ખોટા છો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસ (Covid 19)ના એક નવા ખતરનાક તબક્કાની ચેતવણી આપી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ એડહોમ ઘેબ્યેયિયસ (Tedros Adhanom Ghebreyesus)એ શુક્રવારે એક વર્ચુઅલ પત્રકાર પરિષદમાં કહ્યુ કે, વિશ્વ મહામારીના વધુ એક ખતરનાક તબક્કામાં છે. મોટાભાગના લોકો ઘરમાં બેસીને કંટાળી ગયા છે, પરંતુ સ્થિતિ હજુ સારી નથી. વાયરસ હજુ પણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અમેરિકાની સાથે પશ્ચિમી એશિયામાં પણ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે, જે ચિંતાનો વિષય છે.
કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. અમેરિકા અને બ્રાઝિલ તેનાથી વધુ પ્રભાવિત થયા છે. ધ્યાન આપવા જેવી વાત છે કે બંન્ને દેશોના રાષ્ટ્રપતિ શરૂઆતમાં વાયરસને ગંભીરતાથી ન લીધો અને મોટા ઉપાયોનો વિરોધ કર્યો હતો. આજે પરિણામ બધાની સામે છે. બ્રાઝિલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખ પાર પહોંચી ગઈ છે.
ગલવાન વિવાદ પર પીએમ મોદીના નિવેદનથી ઊભા થયા સવાલ, હવે પીએમઓએ કરી સ્પષ્ટતા
તો કોલંબિયા અને મેક્સિકોમાં પણ કોરોનાની ગતિ વધી રહી છે. અહીં મૃત્યુઆંક ક્રમશઃ 2,000 અને 20,000 પાર પહોંચી ગયો છે. પરંતુ કેટલાક યૂરોપીય દેશોમાં સંક્રમણના દરમાં ઘટાડો થયો છે. તેને ધ્યાનમાં રાખીને બ્રિટનમાં કોરોનાને લઈને જારી કરવામાં આવેલા સ્તરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
આ સાથે ઘણા દેશોએ લૉકડાઉન જેવા આકરા ઉપાયોને હટાવી લીધા છે, જેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવી શકાય, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવુ છે કે આ સંબંધમાં ઉતાવળ ખતરનાક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વિશ્વમાં 4 લાખ 58 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. જ્યારે 8.6 મિલિયન સંક્રમિત થયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube