પેરિસઃ ફ્રાન્સમાં નાહેલ નામના એક કિશોરની હત્યા બાદ તોફાન અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે મંગળવારે પોલીસની ગોળીબારીમાં 17 વર્ષીય એક કિશોરના મોત બાદથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલી રહ્યું છે અને તેમાં સામેલ 1311 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાહેલ ટેકઅવે ડિલીવરી ડ્રાઇવરના રૂપમાં કામ કરતો હતો. છેલ્લાં ત્રણ વર્ષથી તે પાઇરેટ્સ ઓપ નૈનટેરે રગ્બી ક્લબનો સક્રિય સભ્ય પણ હતો. નાહેલ પોતાના માતાનું એકમાત્ર સંતાન હતો. નાહેલના માતાએ જણાવ્યું કે, અધિકારીએ એક અરબ ચહેરો જોયો, એક નાનું બાળક અને તેનો જીવ લઈ લીધો. 


સરકારે હિંસા રોકવા માટે દેશભરમાં 45000 પોલીસકર્મીઓની તૈનાતી કરી છે. રાત્રે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ટક્કર થઈ હતી. વિવિધ જગ્યા પર પ્રદર્શનકારીઓએ આશરે 2500 દુકાનોમાં આગ લગાવી દીધી અને તોડફોડ કરી હતી. મંગળવારે ટ્રાફિકમાં તપાસ દરમિયાન 17 વર્ષીય નાહેલની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનાએ દેશને હચમચાવી દીધો છે અને લોકો ખુબ આક્રોશમાં છે. 


આ પણ વાંચો- ચીનમાં એકથી વધુ બાળકોને જન્મ આપવા પર દરેકને મળશે 5 લાખ 65 હજાર


પોલીસની સાથે નાહેલની અથડામણનો વીડિયો સામે આવ્યા બાદ પ્રત્યક્ષદર્શીઓનો વીડિયો પણ સામે આવ્યો જેમાં ઘટનાક્રમ સ્પષ્ટ જોવા મળ્યો છે. ત્યારબાદ વિરોધ પ્રદર્શન વધી ગયા છે. પરંતુ નેહાલ પર ગોળી ચલાવનાર અધિકારી વિરુદ્ધ તપાસ કરવાની વાત પણ કહેવામાં આવી છે પરંતુ લોકોમાં તે અધિકારી વિરુદ્ધ સતત ગુસ્સો વધી રહ્યો છે. 


તો આરોપી અધિકારીનો દાવો છે કે તેણે ડરથી ગોળી ચલાવી કે યુવક તેને કારથી કચડી નાખશે. તો નાહેલના માતાનું કહેવું છે કે તેને મારવામાં આવ્યો કારણ કે તેનો ચહેરો અરબના લોકો જેવો હતો. કિશોરના પરિવારે તેનું ઉપનામ જારી કર્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube