ચીનમાં એકથી વધુ બાળકોને જન્મ આપવા પર દરેકને મળશે 5 લાખ 65 હજાર, જાણો જાહેરાત પાછળનું કારણ
ચીનમાં લાંબા સમય બાદ એકથી વધુ બાળક ધરાવવા પર ઈનામની રકમની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ચોંકાવનારી છે. ચીનની એક ટ્રાવેલ કંપનીએ એકથી વધુ બાળકો જન્મવા પર દરેકને 5 લાખ 65 હજારથી વધુની ભેટ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ ચીનની સરકારને પણ આવો જ નિયમ બનાવવાની વિનંતી કરી છે.
Trending Photos
બેઇજિંગઃ હવે ચીમાં ઘણા બાળકો પેદા કરવા પર પ્રત્યેક માટે 5 લાખ 65 હજારથી વધુનું ઈનામ આપવામાં આવશે. આ રકમ દરેક બાળકના જન્મની સાથે આપવામાં આવશે. પરંતુ તેને સતત પાંચ વર્ષના પાંચ હપ્તામાં આપવામાં આવશે. એક હપ્તામાં આશરે 1.13 લાખ રૂપિયા મળશે. આ જાહેરાત ચીનની સૌથી મોટી ટ્રાવેલ એજન્સી ટ્રિપ ડોટ કોમે કરી છે. ઘણા બાળકો પેદા કરવા માટે કર્મચારીઓને પાંચ વર્ષ સુધી વાર્ષિક આધાર પર કંપની પૈતૃક રોકડ સબ્સિડીની જાહેરાત કરતી રહેશે.
ચીનના Trip.com સમૂહે કહ્યું કે તે 1 જુલાઈથી પોતાના કર્મચારીઓને દરેક બાળક માટે $6,897 ડોલર એટલે કે 5.65 લાખ રૂપિયાથી વધુની ચુકવણી કરશે. આ ચીનમાં કોઈ મોટી ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલી આવી પ્રથમ પહેલ છે. આ કંપની 400 મિલિયન ઉપયોગકર્તાઓની સાથે દુનિયાની સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓમાંથી એક છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું કે કંપની પોતાના કર્મચારીઓને દરેક બાળક માટે પાંચ વર્ષ સુધી વાર્ષિક આધાર પર 1.13 લાખ રૂપિયાની પેરેન્ટ રોકડ સબ્સિડી ચુકવશે.
કંપનીએ સરકારને પણ કપલને પ્રોત્સાહિત કરવા આપ્યું સૂચન
ટ્રિપ.કોમના કાર્યકારી અધ્યક્ષ જેમ્સ લિયાંગે કહ્યુ- મેં હંમેશા સૂચન આપ્યું છે કે સરકાર પણ એકથી વધુ બાળકોવાળા પરિવારને આ રીતે પૈસા આપે. જેથી વધુ યુવાઓને એકથી વધુ બાળકો પેદા કરવાની તેની ઈચ્છા પૂરી કરવામાં મદદ મળી શકે અને દરેક સંપત્તિ એક અનુકૂળ પ્રજનન વાતાવરણ બનાવવા માટે પોતાની ક્ષમતાઓની અંદર ભૂમિકા નિભાવે. આ જાહેરાત ત્યારે થઈ છે જ્યારે જનઆંકડાકિય નિષ્ણાંતોએ ચેતવણી આપી હતી કે ચીન ધનવાન બનતા પહેલા વૃદ્ધ થઈ જશે, કારણ કે 1980થી 2015 સુધી ચાલેલી એક બાળકની નીતિ બાદ તેના કાર્યબળમાં કમી આવી છે.
દેશની સ્થાનિક સરકારો તેમની વૃદ્ધ વસ્તી પર વધુને વધુ ખર્ચ કરી રહી છે. ચીનનો જન્મ દર ગયા વર્ષે ઘટીને પ્રતિ 1,000 લોકો દીઠ 6.77 થયો હતો, જે 2021માં 7.52 હતો. વર્ષ 2021માં ચીને કહ્યું હતું કે યુગલો વધુમાં વધુ ત્રણ બાળકો પેદા કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે