નવી દિલ્હી: આખી દુનિયાના રસ્તાઓ સૂમસામ છે, બજારો બંધ છે, ચારેબાજુ મોતનો સન્નાટો છે, દરેક જણ ખૌફમાં જીવવા માટે મજબુર થઈ ગયા છે. વુહાનથી નિકળેલા જીવલેણ કોરોના વાયરસે અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ લીધા છે. પણ શું તમે જાણો છો કે તે પહેલો વ્યક્તિ કોણ હતો જે કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેશન્ટ ઝીરોએ દુનિયા પર લગાવ્યું તાળું?
કોરોના વાયરસે દુનિયા પર જાણે તાળું મારી દીધુ છે. લોકો દુનિયાના અલગ અલગ ખૂણામાં છે પરંતુ કોરોનાનો ખૌફ એકજેવો જ છે. કોરોના વાયરસનો હજુ કોઈ યોગ્ય તોડ મળ્યો નથી પરંતુ ચાઈનાએ એ જરૂર જાણી લીધુ છે કે સૌથી પહેલા આ વાયરસના લક્ષ્ણ ક્યાં અને કોનામાં મળ્યા હતાં. દુનિયામાં કોરોનાએ સૌથી પહેલા પોતાનો શિકાર ચીનના વુહાનમાં 57 વર્ષની એક મહિલાને બનાવ્યો હતો. જે વુહાનના સીફૂડ માર્કેટમાં ઝીંગા માછલી વેચતી હતી. 


વેઈ ગુઝિયાનને પેશન્ટ ઝીરો ગણવામાં આવે છે. પેશન્ટ ઝીરો એ દર્દીને કહે છે જેનામાં સૌથી પહેલા કોઈ બીમારીના  લક્ષ્ણો જોવા મળે છે. અહીં તમારે એ જાણવું ખુબ જરૂરી છે કે કોરોના પોઝિટિવ થયા બાદ એક મહિના સુધી આ મહિલાની સારવાર ચાલતી રહી અને ત્યારબાદ તે એકદમ સાજી પણ થઈ ગઈ. ગત વર્ષ 31 ડિસેમ્બરના રોજ વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમિશને આ મહિના વેઈ ગુઝિયાનનું નામ જાહેર કર્યું હતું. 


ચીને ભારતમાં જ રિસર્ચ કરીને તૈયાર કર્યો જીવલેણ કોરોના વાયરસ? જાણીને ચક્કર ખાઈ જશો


સાર્વજનિક ટોઈલેટનો કર્યો હતો ઉપયોગ
અત્રે જણાવવાનું કે તે સમયે વેઈ ગુઝિયાન સહિત 27 દર્દીઓમાં સૌથી પહેલા કોરોના વાયરસનો ચેપ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ વેઈએ એક સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેને શરદી ઊધરસ થયા. અને પછી તે એક એવી બીમારીમાં સપડાઈ કે જેણે દુનિયામાં તબાહી મચાવી દીધી. 


દુનિયામાં કોવિડ-19 ફેલાવનાર વ્યક્તિ કોણ?
ચીનની એક ન્યૂઝ વેબસાઈટ જેનું નામ ધ પેપર છે, તેનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં મહિલા વેઈ ગુઝિયાનને પેશન્ટ ઝીરો ગણવામાં આવી છે. જોત જોતામાં તો ચીનની વેબસાઈટનો આ રિપોર્ટ સમગ્ર દુનિયામાં ચર્ચામાં આવી ગયો. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનની સરકારે એવા 266 લોકોની ઓળખ કરી છે, જે વર્ષ 2019માં જ કોરોના વાયરસના ચૂંગલમાં ફસાયા હતાં. 


મળતી માહિતી મુજબ વઈના સંપર્કમાં આવવાના કારણે જ તેની પુત્રી, અને પતિ ઉપરાંત ભાણી, પણ કોરોના વાયરસના ચપેટમાં આવી ગયા. જેઓ કોરોના પોઝિટિવ થયા. આ સાથે જ આ મહિલા દ્વારા સીફૂડના અનેક વેપારીઓ પણ સંપર્કમાં આવ્યાં અને તેઓને પણ ચેપ લાગ્યો. 


કોની એક ભૂલે દુનિયાને મોતના મોઢામાં ધકેલી?
એક રિપોર્ટ મુજબ પેશન્ટ ઝીરોએ કહ્યું કે જો ચીનની સરકારે યોગ્ય સમયે પગલાં લઈ લીધા હોત તો મૃત્યુઆંક ઘણો ઓછો રહેત. કોરોનાના કહેરથી વુહાનથી આ વાયરસ દુનિયામાં કેવી રીતે ફેલાયો તે સમજવા માટે વુહાનનું મહત્વ પણ સમજવું પડશે. 


હકીકતમાં આ સીફૂડ માર્કેટમાં 112 પ્રકારના જાનવરોના માંસ મળે છે. કહેવાય છે કે ચીનના લોકો પોતાની જરૂરિયાત મુજબ જાનવરોના અંગ ખરીદતા અને બાકીનો ભાગ ત્યાં જ બજારમાં પડ્યો રહે છે. જેના કારણે ચારેબાજુ ગંદકીના ઢગલા થાય છે અને શક્ય છે કે આ જ કારણે કોરોના વાયરસનો ત્યાં જન્મ થયો હોય. 


એટલું જ નહીં આ શહેરમાં બીજા દેશોથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે જેના કારણે જોત જોતામાં તો કોરોના પહેલા ચીન અને ત્યારબાદ દુનિયાના બીજા ભાગોમાં ફેલાઈ ગયો. 


દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 230 વુહાનમાં
કહેવાય છે કે વુહાન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2016માં બે કરોડ મુસાફરોનું આગમન થયું હતું. જાણકારી એવી પણ છે કે વુહાનથી લંડન, પેરિસ, દુબઈ સહિત દુનિયાની તમામ મોટી જગ્યાઓ પર જવા માટે સીધી ફ્લાઈટની સેવાઓ મળી શકે છે. એક આંકડા મુજબ દુનિયાની 5500 મોટી કંપનીઓમાંથી 230 કંપનીઓએ આ શહેર એટલે કે વુહાનમાં રોકાણ કર્યું છે. આવામાં અહીં લોકોની અવરજવર રહે તે કોઈ મોટી વાત નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube