ચીને ભારતમાં જ રિસર્ચ કરીને તૈયાર કર્યો જીવલેણ કોરોના વાયરસ? જાણીને ચક્કર ખાઈ જશો
Trending Photos
નવી દિલ્હી: સૂત્રોના હવાલે એકદમ ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ કોરોના વાયરસને તૈયાર કરવાની પ્રક્રિયા ભારતની ધરતી પર થઈ હતી. જેમાં ચીનની સાથે ભારત અને અમેરિકાના વૈજ્ઞાનિકો પણ સામેલ હતાં. જો કે ભારતીય વૈજ્ઞાનિકોને અંધારામાં રાખીને દગાથી સેંપલિંગ કરવામાં આવ્યું હતું.
નાગાલેન્ડમાં ગુપ્ત રિસર્ચ
એવા ખબર છે કે ઉત્તર પૂર્વ રાજ્ય નાગાલેન્ડમાં ચીનના વૈજ્ઞાનિકોએ ગુપ્ત રિસર્ચ બનાવ્યું. જે ત્યાંના કિફિરે જિલ્લાના મિમી ગામમાં હતું. અહીંના 18થી 50 વર્ષના લગભગ 85 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું. એવો દાવો છે કે નાગાલેન્ડના આ ગામમાં ખુબ જ ગોપનીય રીતે આ અભ્યાસ હાથ ધરાયો. જેનો હેતુ એ હતો કે શું માણસોની ઈમ્યુન પણ વાયરસ સામે લડવામાં ચામાચિડીયા જેટલી વિકસિત કરી શકાય છે ખરા?
આ કારણસર નાગાલેન્ડના મિમી ગામની થઈ હતી પસંદગી
હકીકતમાં નાગાલેન્ડનું મિમી ગામ ચીનની સરહદની ખુબ નજીક છે. આ વિસ્તારના જંગલોમાં એવા આદિવાસીઓ રહે છે જે ચામાચિડીયાનો શિકાર કરે છે અને તેને ભોજનમાં પણ ઉપયોગમાં લે છે. એવું કહેવાય છે કે આ આદિવાસીઓની ઈમ્યુન સિસ્ટમ પણ ચામાચિડીયાની જેમ જ વાયરસ સામે લડવામાં ખુબ મજબુત હોય છે. જેથી કરીને ચીને મિમી ગામમાં રિસર્ચ કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે અમેરિકા અને ભારતના કેટલાક વૈજ્ઞાનિકોને એમ કહીને તૈયાર કર્યાં કે આ અભ્યાસથી ખતરનાક વાયરસનો મુકાબલો કરવાની ટેક્નોલોજી વિક્સિત કરી શકાય છે.
નાગાલેન્ડના મિમી ગામ વિસ્તારમાં સેકડોની સંખ્યામાં ચામાચિડીયા આવે છે અને અત્યાર સુધીના રિસર્ચમાં એ સાબિત થયું છે કે ચામાચિડીયા પોતે જરાય પ્રભાવિત થયા વગર ઈબોલા, સાર્સ કે પછી કોરોના વાયરસને પોતાના શરીરમાં લાંબો સમય સુધી રાખી શકે છે. આથી દાવો કરાય છે કે આ અભ્યાસનો હેતુ માણસની ઈમ્યુનને ચામાચિડીયા જેટલી વિક્સિત કરવાનો હતો.
અમેરિકી રક્ષા મંત્રાલય દ્વારા કરાયું ફંડિંગ
સૂત્રોના હવાલે જાણકારી મળી છે કે ચીને આ કામ માટે એટલો જબરદસ્ત પ્લાન બનાવ્યો હતો કે તેણે આ રિસર્ચમાં અમેરિકા અને સિંગાપુરના વૈજ્ઞાનિકોને પણ સામેલ કર્યા હતાં. એટલું જ નહીં આ કામમાં અમેરિકી રક્ષા મંત્રા3લયની ડિફેન્સ થ્રેટ રિડક્શન એજન્સી એટલે કે DTRAના ફંડનો પણ ઉપયોગ થયો.
દાવો છે કે આ ગુપ્ત રિસર્ચ અભિયાનમાં અમેરિકાના યુનિફોર્મ્ડ સર્વિસિઝ યુનિવર્સિટી ઓફ ધ હેલ્થ સાયન્સિઝ અને સિંગાપુરના ડ્યૂક નેશનલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સામેલ હતાં. કેટલીક ભારતીય સંસ્થાઓના નામ પણ આ કડીમાં લેવાઈ રહ્યાં છે. પરંતુ તેના અંગે વિસ્તૃત રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.
આ અભ્યાસના પરિણામ અનેક જગ્યાએ છપાયા હતાં
ચીનના આ રિસર્ચના પરિણામો પર પબ્લિક લાઈબ્રેરી ઓફ સાયન્સના નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝઝ જર્નલમાં કાયદેસર રિપોર્ટ પણ છપાતો હતો. આખી જર્નલ તમે અહીં ક્લિક કરીને જોઈ શકો છો. આ જર્નલ બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ફંડથી ચાલે છે. આ રિપોર્ટના આધારે બિલ ગેટ્સે કહ્યું હતું કે આવા વાયરસથી મહામારી ફેલાય તો દુનિયામાં લાખો લોકોના મોત થઈ શકે છે.
સ્પષ્ટ છે કે બિલ ગેટ્સનો ઈશારો ક્યાંકને ક્યાંક કોરોના જેવા વાયરસ તરફ હતો જે હવે સમગ્ર દુનિયા માટે જોખમ બની રહ્યો છે. તેનું કારણ છે ચામાચિડીયા દ્વારા માણસો પર થનારો તે સ્ટડી જેનો એક હિસ્સો નાગાલેન્ડના મિમી જેવા ગામમાં કરાયો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે.
સમગ્ર મામલા પરથી આ રીતે ઉઠ્યો પડદો
બિલ ગેટ્સના રિસર્ચ મેગેઝીનમાં આ રિસર્ટ રિપોર્ટ છપાયા બાદ ભારત સરકાર હરકતમાં આવી. આ અભ્યાસ માટે ભારત સરકાર પાસેથી કોઈ ઔપચારિક મંજૂરી લેવાઈ નહતી. આ રિસર્ચ વર્ષ 2017માં કરાયું હતું. તેના પર ખુલાસો થતા ભારત સરકારે ગંભીરતાથી લીધો અને તપાસ કરાવી. દેશના પ્રતિષ્ઠિત અખબાર ધ હિન્દુમાં રિપોર્ટ પણ છપાયો હતો. અહીં ક્લિક કરીને તમે તેને વાંચી શકો છો.
આ તપાસ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પાંચ સભ્યોની ટીમે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે નાગાલેન્ડના મિમી ગામમાં સરકારની મંજૂરી વગર ગુપ્ત શોધ પરીક્ષણનું કામ ચાલી રહ્યું હતું.
ચીનની દાનત શરૂઆતથી જ ખરાબ હતી
એક વરિષ્ઠ પત્રકારે દાવો કર્યો હતો કે અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીથી ચોરી કરવામાં આવેલા સેમ્પલ્સ અને નાગાલેન્ડમાં કરાયેલા એક રિસર્ચના આધારે ચીનની વુહાન યુનિવર્સિટીમાં કોરોના વાયરસ ડેવલપ કરાયો.
આ સાથે જ એવો દાવો પણ થઈ રહ્યો છે કે ત્યાં જ સેમ્પલની બાટલી તૂટી અને ત્યારબાદ આ વાયરસ માણસની કેદમાંથી આઝાદ થઈને સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે