વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઘણા સર્વે ભલે જો બાઇડેનને લીડ લેતા દેખાડી રહ્યાં છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેનાથી પાછળ નથી. તાજા સર્વેથી જાણવા મળે છે કે અમેરિકાના 51 રાજ્યોમાંથી 12મા આ બંન્ને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે એક મહિના કરતા ઓછો સમય બાકી છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે પાછળ રહેવા છતાં વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ ચમત્કાર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યોમાં કાંટાની ટક્કર
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ફ્લોરિડા, એરિજોના, જોર્જિયા, આયોવા, મેન, મિશિગન, મિનેસોટા, નેવાદા, ન્યૂ હેમ્પશાયર, ઉત્તરી કૈરોલિના, પેન્સિલ્વેનિયા અને વિસ્કોન્સિન સ્વિંગ સ્ટેટ્સ છે. અહીં ડેમોક્રેટિક અને રિપબ્લિકન ઉમેદવારોને બરાબરીનું સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. તેવામાં આ રાજ્યો ચૂંટણી પ્રમાણે મહત્વના માનવામાં આવી રહ્યાં છે. ટ્રમ્પ અને બાઇડેન બંન્ને આ રાજ્યોમાં નિર્ણાયક લીડ હાસિલ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે. 


ઘણા સર્વેમાં બાઇડેન આગળ
ધ હિલ ન્યૂઝ વેબસાઇટ અનુસાર, ન્યૂયોર્ક ટાઇમ્સ-સિએના કોલેજ સર્વેએ સોમવારે જાહેર કરેલા પોતાના પોલ રિપોર્ટમાં ખુલાસો કર્યો કે બાઇડેનને વિસ્કોન્સિનમાં 10 પોઈન્ટ અને મિશિગનમાં 8 પોઈન્ટનો ફાયદો થયો છે. આ વચ્ચે રવિવારે જારી થયેલા એક સીબીએસ ન્યૂઝ-યૂગોવ ટ્રેકિંગ પોલમાં જાણવા મળ્યું કે, ટ્રમ્પ, બાઇડેનથી મિશિગન અને નેવાદા બંન્નેમાં પાછળ ચાલી રહ્યાં છે. આ સિવાય વિસ્કોન્સિનના રિયલક્લેયર પોલિટિક્સ એવરેજમાં બાઇડન 5.5 પોઈન્ટ અને મિશિગનમાં 7 પોઈન્ટથી આગળ હતા. 


આ રાજ્યોમાં ફસાયો મામલો
પાછલા સપ્તાહે રાયટર-ઇપ્સોસ પોલે ખુલાસો કર્યો હતો કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બાઇડેને વર્તમાનમાં પેન્સિલ્વેનિયામાં 5 ટકા પોઈન્ટની લીડ અને વિસ્કોન્સિનમાં 6 ટકાની લીડ હાસિલ કરી છે. આ બંન્ને રાજ્યોમાં બાઇડેનને 50-50 ટકા સમર્થન મળી રહ્યું છે, જ્યારે ટ્રમ્પનેપેન્સિલ્વેનિયામાં 45 ટકા અને વિસ્કોન્સિનમાં 44 ટકા લોકોનું સમર્થન મળી રહ્યું છે.


WHO પ્રમુખે આરોગ્ય સેતુ એપની કરી પ્રશંસા, બોલ્યા તેનાથી કોરોના હોટસ્પોટને ઓળખવામાં મળી મદદ


ટ્રમ્પે અમેરિકામાં લૉકડાઉનનો વિરોધ કર્યો
કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ફ્લોરિડામાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યુ કે, લૉકડાઉનથી રાજ્યોને મોટા પાયે નુકસાન થયું છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં પોતાના હજારો સમર્થકોને સંબંધિત કરતા ટ્રમ્પે કહ્યુ કે, આપણે યાદ રાખવુ પડશે કે મેં એકદમ શરૂઆતમાં આ વાત કરી હતી. નિદાન સમસ્યાથી ખરાબ ન હોઈ શકે. 


બાઇડેને વામપંથિઓને સોંપી પાર્ટીની કમાન
ટ્રમ્પે ફ્લોરિડામાં કહ્યુ કે, આ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. આ લોકો સનકી છે. આપણે જીતવુ પડશે. બાઇડેને પોતાની પાર્ટીની ઉમેદવારીના બદલામાં એક ભ્રષ્ટ સોદો કર્યો છે. તેણે સમાજવાદી, માર્ક્સવાદી અને વામ ચરમપંથિઓને કમાન સોંપી દીધી છે. તમે જાણો છે કે તેની પાસે કોઈ તાકાત બચી નથી. તેમણે કહ્યુ કે, જો બાઇડેનની જીત થાય તો વામ ચરમપંથિ દેશ ચલાવશે અને તેને સત્તાનો નશો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube