નવી દિલ્હીઃ EVM Voting: ભારતમાં જ્યારે-જ્યારે ચૂંટણી થાય છે ત્યારે  EVM ને લઈને સવાલ જરૂર ઉઠે છે. સાથે તે પણ તર્ક આપવામાં આવે છે કે વિકસિત દેશ  EVM નો ઉપયોગ કરતા નથી તો આપણે કેમ કરીએ છીએ? દેશમાં લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે. 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. મતદાન આ વખતે પણ Electronic Voting Machine થી થઈ રહ્યું છે. તેવામાં તે જાણવું જરૂરી છે કે આખરે અમેરિકા ઈવીએમથી મતદાન કેમ કરાવતું નથી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 દેશોમાં  EVM નો ઉપયોગ
દુનિયામાં માત્ર 25 દેશ એવા છે જે  EVM થી મતદાન કરાવે છે. જ્યારે ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, જર્મની અને અમેરિકા જેવા કેટલાક દેશ છે, જ્યાં  EVM પર પ્રતિબંધ છે. આ દેશોમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે.


EVM પર ઓછો વિશ્વાસ 
હકીકતમાં અમેરિકી નાગરિકોને EVM પર વિશ્વાસ નથી. અમેરિકાના નાગરિકો માને છે કે EVM હેક કરી શકાય છે. EVM ના મુકાબલે બેલેટ પેપર વધુ વિશ્વાસપાત્ર છે. અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન થવાનું છે, આ ચૂંટણી બેલેટ પેપર દ્વારા થશે. 


આ પણ વાંચોઃ પૃથ્વીને મહત્તમ પાણી પુરું પાડે છે આ પાંચ મોટી નદીઓ! જેમાં ક્યારેય નથી ખુટતુ પાણી


EVM ની પરંપરા નહીં
આ સિવાય એક મહત્વપૂર્ણ કારણ છે કે બેલેટ પેપરની પરંપરા અહીં 18મી સદીથી ચાલી રહી છે. અહીં ચૂંટણીમાં બેલેટ પેપરને એક પરંપરા તરીકે જોવામાં આવે છે. અમેરિકામાં ઈ-વોટિંગ પણ થાય છે. તેમાં ઈમેલ કે ફેક્સથી મતદાન કરવાનું હોય છે. મતદાતાને બેલેટ ફોર્મ મોકલવામાં આવે છે, તે તેને ભરે છે. પછી ઈ-મેલ કે ફેક્સ કરે છે. 


આ દેશોએ ઈવીએમ પર લગાવ્યો પ્રતિબંધ
ઈવીએમ પર પ્રતિબંધ લગાવવાની શરૂઆત નેધરલેન્ડથી થઈ હતી. પછી જર્મનીએ પણ સ્વીકાર્યું કે EVM મતદાન ખોટી અને એક અપારદર્શી સિસ્ટમ છે. ઇટલીએ પણ શરૂઆતમાં ઈવીએમનો ઉપયોગ કર્યો, પછી હેકિંગની આશંકાને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું. અમેરિકામાં ઈવીએમથી ક્યારેય મતદાન થયું નથી.