Fumio Kishida: `જો આવી જ હાલત રહી તો એક દિવસ જાપાન ગાયબ થઈ જશે`, PMના આ નિવેદન પર કેમ ઊભો થયો વિવાદ?
વિશ્વનો વિકસિત અને ટેક્નોલોજીમાં આગળ રહેલો દેશ જાપાન આ દિવસોમાં એક અન્ય ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ સમસ્યાને કારણે ભવિષ્યમાં જાપાનના અસ્તિત્વ સામે સવાલો ઉઠી રહ્યાં છે.
ટોક્યોઃ Japan will disappear one day said Fumio Kishida: જાપાનનું નામ સાંભળતા મનમાં શું ખ્યાલ આવતો હશે કે જાપાની ખુબ મહેનતું હોય છે. જે ટેક્નોલોજીના મામલામાં દાયકાઓ સુધી નંબર 1 રહ્યાં છે. પરંતુ તેનાથી અલગ હવે જાપાનની ઓળખ એક વૃદ્ધ દેશ તરીકે બની રહી છે. જાપાનની વસ્તી વધવી પડકાર નથી, પરંતુ જાપાનના જન્મદરમાં આવેલો ઐતિહાસિક ઘટાડો ચિંતાનો વિષય બનેલો છે. કારણ કે જાપાની લોકો બાળકો પેદા કરવા ઈચ્છતા નથી. જાપાનમાં આ સમસ્યા ખુબ ગંભીર છે.
જાપાનની ઘટતી વસ્તી પર ચિંતા કેમ?
- વર્ષ 2022માં જાપાનમાં 7,99,728 લાખથી પણ ઓછા બાળકોએ જન્મ લીધો.
- 125 વર્ષમાં પ્રથમવાર થયું છે જ્યારે એક વર્ષમાં આટલા ઓછા બાળકોનો જન્મ થયો હોય.
- જ્યારે વર્ષ 2022માં 15 લાખ 80 હજાર લોકોના મોત થયા.
- 1 જાન્યુઆરી 2023ના જાપાનની વસ્તી 12 કરોડ 47 લાખ હતી, જે જાન્યુઆરી 2022ની વસ્તીની તુલનામાં 0.43 ટકા ઓછી છે.
- 2065 સુધી જાપાનની વસ્તી ઘટીને 8 કરોડ 80 લાખ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, એટલે કે વર્તમાન વસ્તીના મુકાબલે જનસંખ્યા 30 ટકા ઓછી હશે.
આ પણ વાંચો- 27 રાજ્યો અને 14 દેશનો જમાઈ! આ વ્યક્તિએ 32 વર્ષમાં કર્યા 100 લગ્ન, કોઈ ડિવોર્સ નહીં
વૃદ્ધ લોકોની સંખ્યા વધી, યુવાનો થયા ઓછા
દરેક ઈચ્છે છે કે તેનું જીવન લાંબુ હોય, એટલે કે વધુ વર્ષો સુધી જીવે. જાપાનમાં તે થઈ રહ્યું છે, જ્યાં એવરેજ ઉંમર 84 વર્ષ છે. પરંતુ લોકોનું વધુ જીવવું આ સુંદર દેશ માટે સંકટ બની ગયું છે. તેને સરળ ભાષામાં સમજો તો લોકોની ઉંમર વધી રહી છે, તે નિવૃત્ત થઈ રહ્યાં છે અને તેની જગ્યાએ કામ કરનારાની સંખ્યા ઓછી છે.
જાપાનની એક ચતુર્થાંશ વસ્તી 62 વર્ષથી વધુ વયની છે, જે 2050 સુધીમાં વધીને એક તૃતીયાંશ થવાની ધારણા છે. આવનારા સમયમાં જાપાન માટે જનસંખ્યાની કટોકટી કેટલી મોટી સમસ્યા હશે, તે એ વાત પરથી સમજી શકાય છે કે જાપાનની વસ્તી 65 વર્ષથી વધુ વયની 29% છે. તે જ સમયે, શૂન્યથી 14 વર્ષના બાળકોની વસ્તી માત્ર 116% છે.
આ પણ વાંચોઃ દુનિયાની સૌથી મોંઘી ગાય: 9 કરોડથી વધુની કિંમત, દૂધ નહીં આ કારણે મળી કિંમત
જાપાની લોકોના મનમાં શું ચાલી રહ્યું છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં લિવ-ઇન રિલેશનશિપનું ચલણ ખુબ વધ્યું છે. લિવ ઇનમાં રહેતા યુવા પોતાની જિંદગી મજાથી જીવી રહ્યાં છે, પરંતુ માતા-પિતા બનવા ઈચ્છતા નથી. અહીં લોકો બાળકોને ઝંઝટ માનવા લાગ્યા છે. જાપાનની યુવા યુવતીઓ લગ્ન કરવા અને બાળકો પેદા કરવાથી દૂર જઈ રહી છે. જાપાનમાં વર્ષ 2022માં 25થી 29 ઉંમર વર્ગની 66 ટકા યુવતીઓએ લગ્ન ન કર્યાં, જ્યારે 30થી 34 વર્ષની ઉંમરની 39 ટકા યુવતીઓને લગ્ન જીવનથી અંતર બનાવી લીધુ. જાપાનમાં આ આંકડો ડરાવનારો છે.
આ સ્થિતિ રહી તો એક દિવસ જાપાન ગાયબ થઈ જશે
જાપાનની સરકાર જન્મદરને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રોગ્રામ ચલાવી રહી છે. લગ્ન કરેલા કપલને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સરકારે ચાઇલ્ડ કેયર સંસ્થાઓની સેવામાં વિસ્તાર કર્યો છે. વર્ક-લાઇફ બેલેન્સ બનાવવા માટે ઘણી યોજનાઓ ચલવવામાં આવે છે. પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી. હાલમાં જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ તે કહેવું પડ્યું કે જો આ સ્થિતિ રહી તો એક દિવસ જાપાન ગાયબ થઈ જશે. આ નિવેદન આવ્યા બાદ જાપાનના સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીના નિવેદનને લઈને ઘણા સવાલ ઉભા થવાની સાથે મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube