આ બાદલ મુજે માર! દુબઈમાં કૃત્રિમ વરસાદ બન્યું જળપ્રલયનું કારણ? એક વર્ષનો વરસાદ 24 કલાકમાં
પ્રશ્ન એ થાય છે કે આખરે રેતાળ જમીન પર અચાનક આટલો વરસાદ વરસ્યો કેવી રીતે? આવો જળપ્રલય આવવાનું શું કારણ? દરેકના મનમાં આ મૂંઝવણ જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ વિજ્ઞાનના ઉપયોગથી ભૂલ થઈ છે જેનું પરિણામ આખું શહેર ભોગવી રહ્યું છે.
રેગિસ્તાન તરીકે પ્રખ્યાત દુબઈમાં હાલ પુરનો હાહાકાર છે. જાણીતા શોપિંગ મોલ્સમાં પાણી ભરાયા છે. પાર્કિંગ્સમાં ગાડીઓ તરી રહી છે અને રસ્તાઓ તળાવમાં ફેરવાયા છે. સ્થિતિ એવી બની કે એરપોર્ટ પણ પૂરમાં ડૂબાડૂબ થઈ ગયા છે અને હવાઈ પટ્ટીઓ પણ જોવા મળતી નથી. શહેરની ડ્રાઈવરલેસ મેટ્રો સિસ્ટમ પણ જાણે અટકી ગઈ છે. પ્રશ્ન એ થાય છે કે આખરે રેતાળ જમીન પર અચાનક આટલો વરસાદ વરસ્યો કેવી રીતે? આવો જળપ્રલય આવવાનું શું કારણ? દરેકના મનમાં આ મૂંઝવણ જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ વિજ્ઞાનના ઉપયોગથી ભૂલ થઈ છે જેનું પરિણામ આખું શહેર ભોગવી રહ્યું છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સોમવાર અને મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે વિમાન ઉડાડવામાં આવ્યા હતા. ક્લાઉડ સિડિંગ એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પ્લાન ત્યારે ફેલ થઈ ગયો જ્યારે કૃત્રિમ વરસાદની કોશિશમાં વાદળ જ ફાટી ગયું. એવું કહેવાય છે કે આટલો વરસાદ માત્ર ગણતરીના કેટલાક કલાકોમાં થઈ ગયો, જે દોઢ વર્ષમાં પડતો હતો. તેની અસર એ પડી કે સમગ્ર શહેર જળમગ્ન થઈ ગયું અને એવો જળપ્રલય આવ્યો જે દુબઈ વિશે કોઈએ ક્યારેય વિચાર્યો પણ નહીં હોય. દુબઈ ઉપરાંત એક અન્ય શહેર ફુજીરાહમાં પણ આ જ સ્થિતિ છે. અહીં 5.7 ઈંચ સુધી વરસાદ પડ્યો છે.
આ વરસાદના પગલે રાસ અલ-ખૈમામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. તે પોતાની કારથી પસાર થઈ રહ્યો હતો પરંતુ પૂરના પાણીમાં તેની ગાડી વહી ગઈ. દુનિયાના સૌથી મોટા શોપિંગ સેન્ટર્સમાંથી એક મોલ ઓફ અમીરાતની દુકાનોના એવા હાલ થયા છે કે છતો પરથી પાણી ટપકવા લાગ્યું. એટલું જ નહીં કેટલીક દુકાનોની તો છતો જ પડી ગઈ. દુબઈના હવામાનની જાણકારી રાખનારાનું કહેવું છે કે છેલ્લા 75 વર્ષોના ઇતિહાસમાં ક્યારેય આટલો વરસાદ પડ્યો નથી. આ વરસાદના કારણે શારજાહ સિટી સેન્ટર અને દિએરા સિટી સેન્ટરને પણ નુકસાન પહોંચ્યું છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube