USમાં પણ નમો નમો...રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે કેમ આટલા જરૂરી બની ગયા છે PM મોદી? જાણો 5 પોઈન્ટમાં
હાઉડી મોદી (Howdy Modi) ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પોતાના ભાષણ દ્વારા બદલાતા ભારતની તસવીર રજુ કરી. પીએમ મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે સતત મજબુત થઈ રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્ટેજ શેર કર્યું. એટલું જ નહીં પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધન કર્યું તેમાં `અબ કી બાર ટ્રમ્પ સરકાર`નો નારો પણ આપ્યો.
હ્યુસ્ટન: હાઉડી મોદી (Howdy Modi) ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પોતાના ભાષણ દ્વારા બદલાતા ભારતની તસવીર રજુ કરી. પીએમ મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે સતત મજબુત થઈ રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્ટેજ શેર કર્યું. એટલું જ નહીં પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધન કર્યું તેમાં 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'નો નારો પણ આપ્યો. મોદીએ આટલું કહેતા જ બાજુમાં ઉભેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump) હસવા લાગ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે મારી સાથે તે વ્યક્તિત્વ છે તેને કોઇ પરિચયની જરૂર નથી. તેમનું નામ વિશ્વનાં દરેક વ્યક્તિ જાણે છે. વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની તરફ ઇશારો કરતા કહ્યું કે, 2017માં તમે મને તમારા પરિવાર સાથે મળાવ્યો હતો. આજે હું તમને મારા પરિવાર સાથે મુલાકાત કરાવી રહ્યો છું.
વડાપ્રધાને કહ્યું કે, ટ્રમ્પે મારા માટે જે ઉષ્મા દેખાડી છે, હું તેમને અનેક વખત મળી ચુક્યો છું દરેક વખતે તેમનો વ્વહાર ખુબ જ ઉષ્માસભર હોય છે. હું તેમના નેતૃત્વની પ્રશંસા કરુ છું. ટ્રમ્પનું લક્ષ્ય અમેરિકાને ફરીથી મહાન બનાવવાની છે. તેઓ અમેરિકી અર્થવ્યવસ્થાને મજબુત બનાવી રહ્યા છે. તેમણે અમેરિકા અને વિશ્વ માટે ઘણુ કર્યું છે. આ બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કાર્યક્રમ પત્યા બાદ અનેક ટ્વીટ રીટ્વીટ કરી અને અમેરિકા તથા ભારત વચ્ચે મજબુત ભાગીદારીની વાત કરી. પીએમઓ દ્વારા ટ્વીટર હેન્ડલ પર શેર કરાયેલા એક વીડિયોને રિટ્વીટ કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે.
'હાઉડી મોદી'ની જબરદસ્ત સફળતા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યું એવું નિવેદન, દુશ્મનોના હાજા ગગડી જશે
હવે અહીં એ સમજવું જરૂરી બને છે કે અત્યંત શક્તિશાળી ગણાતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલા જરૂરી કેમ બની ગયા છે. કે જેમના માટે થઈને તેઓ હ્યુસ્ટન પહોંચ્યા અને હાઉડી ઈવેન્ટમાં ભાગ લીધો. આવો જાણીએ આ 5 પોઈન્ટમાં...
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...