Viral News: કોરોનાકાળમાં આ જમીનમાં 2 સફેદ અંડરવેર કેમ દાટી રહ્યા છે લોકો? કારણ જાણી ચોંકી જશો
Viral News: હાલ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઈ છે જેમાં સફેદ અન્ડરવેર જમીનમાં દાટેલા બતાવવામાં આવ્યા છે. તમને પણ નવાઈ લાગશે કે આવું કેમ અને તે પણ પાછા સફેદ અન્ડરવેર જ કેમ?
નવી દિલ્હી: હાલ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઈ છે જેમાં સફેદ અન્ડરવેર જમીનમાં દાટેલા બતાવવામાં આવ્યા છે. તમને પણ નવાઈ લાગશે કે આવું કેમ અને તે પણ પાછા સફેદ અન્ડરવેર જ કેમ? વાત જાણે એમ છે કે આ વાઈરલ થઈ રહેલી તસવીરો સ્વિટ્ઝરલેન્ડ છે જેમાં 2000 અંડરવેરને જમીનમાં ખાડો કરીને દાટવામાં આવી રહ્યા છે. તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે.
રિપોર્ટ મુજબ સ્વિટ્ઝરલેન્ડમાં ખેડૂતો અને બાગના માલિક માટીની ક્વોલિટીની તપાસ સંબંધિત એક રિસર્ચ માટે 2 હજાર જેટલા સફેદ અંડરવિયર જમીનમાં દાટી રહ્યા છે. સ્ટેટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ 'એગ્રોસ્કોપ' આ અભ્યાસમાં સામેલ વોલેન્ટિયર્સને જમીનમાં દાટવા માટે 2 સફેદ અંડરવેર મોકલી રહ્યા છે. ત્યારબાદ આ અંડરવેરને કાઢીને તેની તપાસ કરવામાં આવશે અને એ જોવામાં આવશે કે આખરે નાના જીવડાએ તેમને કઈ હદે અને કેટલા નષ્ટ કર્યા.
UK: કોરોનાએ કેટલાક કેન્સર પીડિતો માટે ચમત્કાર કરી નાખ્યો? સાજા થઈ ગયા...જાણો કેમ ઉઠ્યો આ સવાલ
Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube