Why Taliban waiting till August 31? અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને 5 દિવસ વીતી ગયા છે. પરંતુ આમ છતાં કોઈ પણ મોટા તાલિબાની નેતાનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ તાલિબાની નેતા હાલ 31 ઓગસ્ટની રાહ જોઈ રહ્યા છે. આ તારીખ અમેરિકાના સૈનિકોની વાપસીની પ્રક્રિયા પૂર્ણ થવાની છે. કાબુલ પર કબજામાં સામેલ એક તાલિબાની નેતાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં આગામી સરકાર કેવી હશે. તે અંગે 31 ઓગસ્ટ પહેલા કશું કહી શકાય નહીં. આ તારીખ બાદ જ ત્યાં કઈ થશે. 


31 ઓગસ્ટ સુધી કશું કરવાનું નથી
મીડિયાને જાણકારી આપવા માટે આ અધિકારી અધિકૃત નથી અને આથી તેમણે નામ ઉજાગર ન કરવાની શરત પર કહ્યું કે તાલિબાનના ડેપ્યુટી કમાન્ડર અનસ હક્કાનીએ પોતાના કેડરને છે કે '31 ઓગસ્ટ સુધી કશું કરવાનું નથી.' મીડિયા રિપોર્ટ મુજબ અનસ હક્કાનીએ કહ્યું છે કે તાલિબાને અમેરિકા સાથે સમજૂતી કરેલી છે કે 31 ઓગસ્ટ સુધી કોઈ એક્શન લેવાનું નથી.


Afghanistan નીતિ પર પર થઈ રહેલી આકરી વૈશ્વિક ટીકા વચ્ચે જો બાઈડેને આપ્યું મોટું નિવેદન


અનસ હક્કાનીના નિવેદનથી ચિંતા વધી
અફઘાન સેનાના અધિકારી એ સ્પષ્ટ કરી શક્યા નહીં કે 'કઈ નથી કરવાનું' નો અર્થ શું છે. શું આ નિવેદન ફક્ત રાજનીતિક ક્ષત્ર અંગે છે કે પછી તેનો આશય કઈ અલગ છે. અનસ હક્કાનીના નિવેદન બાદ એ વાત અંગે ચિંતા વધી ગઈ છે કે 31 ઓગસ્ટ પછી તાલિબાન શું યોજના ઘડી રહ્યું છે. 


અફઘાન મહિલાએ બાળકને બચાવવા કાંટાળા તાર ઉપરથી ફેંક્યુ, સ્થિતિ જોઈને સૈનિકો પણ રડી પડ્યા


શું બિન તાલિબાની ઓફિસરો સામેલ થશે?
મીડિયા રિપોર્ટ મુજબ તાલિબાનના ડેપ્યુટી કમાન્ડરના નિવેદનથી એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું આગામી સરકારમાં બિન તાલિબાની અધિકારીઓને પણ સામેલ કરાશે? આ સાથે જ તાલિબાને હજુ એ પણ સ્પષ્ટ નથી કર્યું કે શું તે અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા દળોને બદલશે કે પછી તેમને માફી આપીને સાથે કામ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube