યશ કંસારા, અમદાવાદઃ જ્યારથી અમેરિકાએ જાપાન પર 9 ઓગસ્ટ 1945ના દિવસે બીજા અણુ બૉમ્બથી હુમલો કર્યો. ત્યારથી જ એક સવાલ દુનિયાભરમાં ઉદભવી રહ્યો છે. શું એક બૉમ્બથી થયેલી તબાહી બીજા વિશ્વ યુદ્ધનો અંત લાવવા પર્યાપત ન હતો? કે અમેરિકાએ બીજા અણુ બૉમ્બનો ઉપયોગ કરવો પડ્યો? આ સવાલનો જવાબ તે સમયના અમેરિકાના સત્તાધીશો પ્રમાણે 2 અણુ બૉમ્બની જરૂર હતી. પણ ઈતિહાસકારોનું માન્યે તો બીજા પણ અનેક કારણ હતા. તો ચાલો જાણીએ શું છે કારણ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાના B-29 બૉમ્બર એનોલા ગે વિમાનથી 'લિટલ બૉય' (LITTLE BOY) નામનો એટમ બૉમ્બ હિરોશિમા પર ફેંક્યો. જેના 16 કલાક બાદ તે સમયના અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેન તરફથી વ્હાઈટ હાઉસે એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું.


આ બૉમ્બિંગ બાદના સ્ટેટમેન્ટમાં અમેરિકાના ટોપ સિક્રેટ મેનહેટ્ટન પ્રોજેક્ટ (MANHATTAN PROJECT)નો ખુલાસો થયો હતો. જ્યારે, ટ્રુમેને સ્ટેટમેન્ટમાં જાપાનને ધમકી આપી હતી કે, જો તેઓ સમર્પણ નહિ કરે તો અમેરિકા જાપાન પર એવી આકાશમાંથી તબાહીની વર્ષા કરશે, જે દુનિયામાં કોઈએ જોઈ નહીં હોય. ("They may expect a rain of ruin from the air, the like of which has never been seen on this earth")


[[{"fid":"342413","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ભલે અમેરિકાના રાષ્ટ્રપતિએ આ પ્રથમ બૉમ્બિંગને પોતાના સ્ટેટમેન્ટમાં ચેતવણી ગણાવી હતી. લેફટનન્ટ જનરલ લેસલી ગ્રોવસ (Lt. Gen. Leslie Groves) જે તે સમયના એટમિક ટોપ સિક્રેટ મેનહેટ્ટન પ્રોજેક્ટના ડાયરેક્ટર હતા. તેમના પણ જુલાઈ 1945ના ઓર્ડર મુજબ, રાષ્ટ્રપતિ એટલે કે હેરી ટ્રુમેને તેમને હિરોશિમામાં પ્રથમ એટેક બાદ કોકુરા (હાલનું કિતાક્યુશુ), નિગાતા અને નાગાસાકીમાં પણ વધુ એટેક કરવાની પરવાનગી આપી હતી.


નાગાસાકી મૂળ ટાર્ગેટ ન હતું:
9 ઓગસ્ટ 1945ની વહેલી સવારે B-29 વિમાન ટીનિયન આઈલેન્ડ (Tinian Island) પરથી 10 હજાર પાઉન્ડ એટલે કે 4500 કિલોગ્રામ પ્લુટોનિયમ બૉમ્બ 'ફેટ મેન' (Fat Man) સાથે કોકુરા તરફ જઈ રહ્યું હતું. જો કે, કોકુરામાં યોગ્ય હવામાન ન હોવાના કારણે નાગાસાકી પર એટેક કરવાનું નક્કી કરાયું હતું.


સવારે 11:02 વાગ્યે 'ફેટ મેન' બૉમ્બ વિમાનમાંથી 1,650 ફિટ ઉંચાઈથી નાગાસાકી પર ડ્રોપ કરવામાં આવ્યો હતો. જેના કારણે 40 હજારા લોકોના મોત થયા હતા. અને અડધે અડધ શહેરમાં તબાહી મચી હતી. ત્યારબાદ, 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના સમ્રાટ હિરોહિતોએ સમર્પણ કર્યું અને બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો.


[[{"fid":"342415","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ટ્રુમેને ત્યારબાદ ધ ટ્રુમેન મેમોઈર્સ (The Truman Memoirs)માં લખ્યું હતું કે, અમેરિકાના બીજા અણુ બૉમ્બના શક્તિ પ્રદર્શન બાદ ટોક્યોમાં ડરનો માહોલ હતો, અને બીજા એટેક પછીની સવારે જાપાની સત્તાધીશોના સમર્પણ અંગેના સંકેતો આપી દિધા હતા. ("This second demostration of the power of the atomic bomb apparently threw Tokyo into a panic, for the next morning brought the first indication that Japanese Empire was ready to Surrender")


અણુ બૉમ્બે અમેરિકાના લોકોનો જીવ બચાવ્યોઃ  
ટ્રુમેન અને તેની સાથે વ્હાઈટ હાઉસમાં કામ કરનારાઓના મતે અણુ બૉમ્બનો ઉપયોગ માત્રને માત્ર વિશ્વ યુદ્ધને અટકાવવા માટે જ કરવામાં આવ્યો હતો. જેના કારણે જાપાને અમેરિકા પર આક્રમણ કરવાનું ટાળ્યું હતું અને જેનાથી હજારો અમેરિકન લોકોના જીવ બચ્યા હતા.


અમેરિકાના જાપાન પરના અણુ બૉમ્બના ઉપયોગની ઘણી ટીકા થઈ હતી. ત્યારે, 1947માં સક્રેટરી ઓફ વોર હેનરી સ્ટિમસને (Henry Stimson) હારપર્સ મેગઝિન (Harper's Magzine)માં લખ્યું હતું કે, જુલાઈ 1945 પહેલાં જાપાન પર અણુ બૉમ્બથી હુમલાની કોઈ યોજના ન હતી. પરંતુ, જાપાની સમ્રાટ તરફથી યુદ્ધ વિરામના કોઈ સંકેતો નહોતા મળતા. જાપાન લડવા માટે તૈયાર હતુ પણ તેમને સમર્પણ કરવું ન હતું("There was no sign of any weakening in the Japanese determination to fight rather than accept unconditional surrender"). અમેરિકાનો પ્રથમ પ્લાન હતો કે તેઓ નવેમબર 1945માં જાપાન પર હવાઈ અને દરિયાઈ રસ્તે હુમલો કરે. પરંતુ, આ પ્લાન પર જો અમેરિકા કામ કરતે તો વહેલામાં વહેલું 1946 સુધી બીજા વિશ્વ યુદ્ધનો અંત થઈ શકયો ન હોત અને સાથે જ લાખો અમેરિકન સૈનિકોના મોત પણ થયા હોત. ("We estimated that if we should be forced to carry this plan to its conclusion, the major fighting would not end till later part of 1946, at the earliest. I was informed that such operations might be expected to cost over a million casualties, to American forces alone.")


[[{"fid":"342414","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


બૉમ્બિંગ પાછળના બીજા કારણો:
ભલે અમેરિકા કે પછી હેનરી સ્ટિમસન કહેતા હોય કે અણુ બૉમ્બનો ઉપયોગ જરૂરી હતો. પણ અનેક ઈતિહાસકારોનું માનવું છે કે અણુ બૉમ્બથી હુમલો જરૂીર ન હતો. ઈતિહાસકારોના મતે જાપાની સત્તાધીશોને હિરોશિમાં એટેક પુર્વે જ ખબર પડી ગઈ હતી કે તેઓ હારી ચુક્યા છે. અમેરિકાના જ જનરલ કર્ટિસ લેમે (Gen. Curtis LeMay) સપ્ટેમ્બર 1945માં મીડિયાને નિવેદન આપ્યું હતું કે, અણુ બૉમ્બનો ઉપયોગ બીજા વિશ્વ યુદ્ધના અંત સાથે કોઈ લેવા દેવા નથી ("the atomic bomb had nothing to do with the end of the war at all.")


આવા અનેક અમેરિકી સત્તા સાથે જોડાયેલા લોકોના નિવેદનો બાદ ઈતિહાસકારોનું માનવું છે કે, આ અણુ બૉમ્બથી હુમલો સોવિયેત સંઘને એટલે કે રશિયાને અમેરિકાનું પ્રભુત્વ સમજાવવા માટે કરાયો હતો. ત્યારે, અમુક ઈતિહાસકારોનું માનવું છે કે, મેનહેટ્ટન પ્રોજેક્ટ કેટલો સફળ છે તેના માટે અમેરિકાએ જાપાન પર 2 અણુ બૉમ્બથી હુમલો કરી પ્રયોગ કર્યો હતો. જ્યારે, આ મામલે 1946માં અમેરિકાની નેવીના એડમિરલ વિલિયમ બુલ હેલ્સે નિવેદન આપ્યું હતું કે, આ એક બીન જરૂરી પ્રયોગ હતો.. અમેરિકી વૈજ્ઞાનિકો પાસે આ હથિયાર હતું અને તેનું તેઓ પરીક્ષણ કરવા માંગતા હતા, એટલે તેમણે બૉમ્બ ફેંક્યો ("an unnecessary experiment…[the scientists] had this toy and they wanted to try it out, so they dropped it.").


આ હુમલા અંગે અમેરિકાના 33માં રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેન કાયમ એવું જ કહેતા રહ્યા કે, આ હુમલાઓ જરૂરી હતા. પરંતુ, તેમને દુખ પણ હતું, જે વાતનો ઉલ્લેખ તેમણે પોતાની બહેન મેરીને લખેલા એક પત્રમાં કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, આ એક ભયંકર નિર્ણય હતો, પણ મે લીધો. આ નિર્ણય મે 2,50,000 યુવા અમેરિકી સૈનિકોના જીવ બચાવવા માટે લીધો અને જો આવી પરિસ્થિતીનું નિર્માણ ફરી થશે તો હું આવો નિર્ણય ફરી પણ લઈશ ("It was a terrible decision. But I made it, I made it to save 250,000 boys from the United States, and I'd make it again under similar circumstances.")  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube