બાળકો સામે માતાએ કાપ્યું તેમના પિતાનું ગળું, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
ઓસ્ટ્રેલિયાના (Australia) સિડનીમાં (Sydney) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે, અહીં એક માતાએ બાળકો સામે તેમના પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા (Wife Killed Husband In Front Of Her Children) કરી છે
સિડની: ઓસ્ટ્રેલિયાના (Australia) સિડનીમાં (Sydney) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે, અહીં એક માતાએ બાળકો સામે તેમના પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા (Wife Killed Husband In Front Of Her Children) કરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર કિસ્સો?
ડેલી મેઈલમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, સિડનીમાં આ ઘટના રવિવારની બપોરે 2 વાગ્યે 15 મિનિટ પર બની હતી. ઘરમાં બંને વચ્ચે ઝગડો થયો હતો, ત્યારબાદ મહિલાએ તેના પતિ પર જીવલેણ હુમલો (Wife Killed Husband In Front Of Her Children) કર્યો હતો. પીડિતનું ઘરમાં દુ:ખદ મૃત્યુ થયું હતું. પીડિતની ઉંમર 49 વર્ષ હતી.
આ પણ વાંચો:- ગુજરાતના આ શહેરમાં થાય છે હોલિકાના લગ્ન, પરંતુ આ વર્ષે તુટી 150 વર્ષ જૂની પરંપરા
પ્રાથમિક તપાસમાં સામે આવી આ વાત
સિડની પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં આ મામલો ઘરેલુ હિંસાનો (Domestic Violence) જણાઈ રહ્યો હતો. પીડિતની સામે ઘરેલુ હિંસા અને પત્ની સાથે મારામારીના ઘણા કેસ નોંધાયેલા હતા.
તમને જણાવી ધઇએ કે, ઘટનાની જાણકારી મળતા પોલીસ સ્થળ પર પહોંચી પરંતુ ત્યાં સુધીમાં પીડિતનું મોત થઈ ગયું હતું. ઘટના દરમિયાન મહિલા પણ ઘાયલ થઈ હતી. ત્યારબાદ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અત્યારે હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ મહિલા સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:- ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ, કાર અકસ્માતમાં 2 વર્ષના માસૂમ બાળક સહિત બેના મોત
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી મહિલાએ જ્યારે તેના પતિના ગળા પર હુમલો કર્યો ત્યારે તેમના બાળકો ત્યાં હાજર હતા. મહિલાએ તિક્ષ્ણ ચપ્પા વડે તેના પતિ પર હુમલો કર્યો હતો. પોલીસને પીડિતનો મૃતદેહ તેના ઘરમાંથી મળ્યો હતો.
સિડની પોલીસનું કહેવું છે કે, આરોપી મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે મૃતકની પોસ્ટમાર્ટમ રિપોર્ટ અને આરોપી મહિલાની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાની રાહ જઈ રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube