Gujarat ના આ શહેરમાં થાય છે હોલિકાના લગ્ન, પરંતુ આ વર્ષે તુટી 150 વર્ષ જૂની પરંપરા
હોળી અને ધુળેટીના પર્વની ઉજવણી (Holi Celebration) તો દેશભરમાં ગામોગામ કરવામાં આવતી હશે, પરંતુ હોલિકાના લગ્ન (Holika Marriage) એક માત્ર મોરબીમાં જ કરવામાં આવતા હોય છે અને મોરબીની (Morbi) આસપાસના વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજના લોકો તેમાં જોડતા હોય છે.
Trending Photos
હિમાંશુ ભટ્ટ/ મોરબી: હોળી અને ધુળેટીના પર્વની ઉજવણી (Holi Celebration) તો દેશભરમાં ગામોગામ કરવામાં આવતી હશે, પરંતુ હોલિકાના લગ્ન (Holika Marriage) એક માત્ર મોરબીમાં જ કરવામાં આવતા હોય છે અને મોરબીની (Morbi) આસપાસના વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજના લોકો તેમાં જોડતા હોય છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સતવારા સમાજના (Satvara Samaj) લોકો દ્વારા તેની 150 વર્ષ જૂની પરંપરાને તોડવામાં આવી છે અને હોળીની (Holi) રાખમાંથી હોલિકા કે જેને વેણીમાંનું નામ દેવામાં આવે છે તે અને શામબાપાના રાક્ષસ જેવા પૂતળા બનાવીને એક જગ્યાએ મૂકી દેવામાં આવેલ છે અને ત્યાં આવીને મહિલાઓ સહિતના લોકો તેની માનતા પૂર કરી જાય છે.
'જો વાત હોય શ્રદ્ધાની તો તેમાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી' તે ઉક્તીને મોરબી (Morbi) શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારો રહેતા સતવારા સમાજના લોકોએ સાર્થક કરેલ છે અને દર વર્ષે ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક હોળી ધુળેટીના (Dhuleti Celebration) તહેવારમાં હોળીકાના લગ્ન સતવારા સમાજ દ્વારા કરાવવામાં આવે છે. જો કે, આ લગ્ન (Holika Marriage) માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા માટીમાંથી બે પુતળા બનાવવામાં આવે છે અને હોલિકા રાક્ષસ કુળની હતી માટે તેનું પુતળું તેવું વિકરાળ બનાવવામાં આવે છે. રાક્ષસની સાથે જ તેના લગ્ન (Marriage) કરવાના હોય છે માટે તેના વરરાજાને પણ તેના જેવા જ હોય તેમ માનીને વરરાજાનું પુતળું પણ વિકરાળ બનાવવામાં આવે છે. વાડીએ વાડીએ તેની જાનને લઈ જવામાં આવે છે. જો કે, કોરોનના (Corona) લીધે આ 150 વર્ષ જૂની પરંપરાને સતવારા સમાજના આગેવાનો દ્વારા લોકોની સંમતિ સાથે તોડવામાં આવી છે.
આ પણ વાંચો:- RAJKOT: સેનિટાઇઝરનું અવળું ગણીત, 1 કેસ હતો ત્યારે 50 હજાર લિટર વેચાતું હવે 150 કેસ છે ત્યારે...
એવુ કહેવાય છે કે, ભગત પ્રહલાદને (Prahlad) ખોળામાં લઈને હોલિકા જયારે હોળીમાં બેઠા હતા. ત્યારે તે કુવારા હતા અને કુવારા મૃત્યુ થયું હોવાથી વર્તમાન સમયમાં જે રીતે લીલ પરણાવવા સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. તેવી જ રીતે હોલીકાનો (Holika Dahan) આત્મા લગ્નમાં રહી ગયો હોવાથી વર્ષો પહેલા સતવારા સમાજના ઘણા લોકોના લગ્નમાં યેનકેન પ્રકારે વિઘ્ન આવતા હતા જેથી તે સમયથી હોલિકા એટલે કે, વેણીમાં અને શામબાપના લગ્ન મોરબીની આસપાસના વિસ્તારોમાં આવેલ વાડી વિસ્તારોમાં કરાવવામાં આવે છે અને શામબાપા તેમજ વેણીમાંની જાન વાડીએ વાડીએ ફરતી હોય છે. પરંતુ આ વર્ષે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જાન લઈને જવાના બદલે ભાંડીયાની વાડીમાં જે જગ્યાએ હોળી કરવામાં આવે છે. ત્યાં જ માટીના પૂતળા બનાવીને મૂકી દેવામાં આવ્યા છે. આવી જ રીતે વૈષ્ણવની વાડી, બવ્રાની વાડી, ઘુચારની વાડી, જેપુરિયાની વાડી, માંગરની વાડી, ભોલની વાડી, હદાનીની વાડી, રંગાણીની વાડી સહિતની તમામ વાડીમાં આજે વર્ષો જૂની પરંપરા તોડીને લગ્ન પ્રસંગની જાનને કાઢવામાં આવી નથી અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મદિરે આવીને વેણીમાં અને શામબાપના દર્શન કરીને તેની માનતા પૂરી કરી રહયા છે.
ભારતની અંદર હિંદુ સંસ્કૃતિમાં જેટલા પણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેના પાછળ કોઈને કોઈ ઉદેશ ચોક્કસ હોય છે. તેવી જ રીતે દેશભરમાં આજે લોકો રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે મોરબીના વાડી વિસ્તારમાં વેણીમાં અને શામજી બાપના લગ્ન કરાવવામાં આવે છે અને દરેક વાડીમાં ઘરે ઘરે તેની જાન જતી હોય છે. ત્યાં લોકો આ એકત્રિત થાય અને ત્યાર બાદ રાસ ગરબા સહિતની રમઝટ બોલાવવામાં આવતી હોય છે અને હાલમાં જ્યારે કોરોનાના કેસ મોરબી શહેર અને જીલ્લામાં વધી રહ્યા છે. ત્યારે જો વેણીમાં અને શામજી બાપના લગ્નની જાન કાઢવામાં આવે અને તેમાં વધુ લોકો એકત્રિત થાય તો કોરોનાની સંક્રમણ ફેલાવાની શક્યતા હોય છે માટે વાડી વિસ્તારના લોકોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. જો કે, હાલમાં દર્શન કરવા માટે જે લોકો આવે અને જે રકમ આપે તેનો ઉપયોગ શેરી ગલ્લીઓમાં રખડતા કુતરા, અબોલ પક્ષી સહીતના માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પરંપરા આજકાલથી નહિ પરંતુ વર્ષોથી ચાલી આવે છે.
રંગોત્સવની ઉજવણી બધા જ કરે છે પરંતુ શા માટે રંગોત્સવ ઉજવાઈ છે તે આજકાલના યુવાનોને ખબર પણ નહિ હોય તે હક્કિત છે. એવું કહેવાય છે કે, હોલિકાનું હોળીમાં દહન થઇ ગયું અને ભકત પ્રહલાદનો બચાવ થયો હતો તેની ખુશીમાં રંગોત્સવ ઉજવાઈ છે. જો કે, હોલીકાનું મુર્ત્યું થયું ત્યારે તેના લગ્ન થયા ન હતા જેથી હોલિકાના લગ્ન મોરબીની આસપાસમાં આવેલ વાડીમાં કરાવવામાં આવતા હોય છે અને કદાચ સમગ્ર ગુજરાતમાં એક માત્ર મોરબી શહેરમાં જ આ રીતે હોલિકાના લગ્ન કરાવવામાં આવે છે. જો કે, કોરોનાના લીધે સતવારા સમાજ દ્વારા તેની 150 વર્ષ જૂની પરંપરા મુજબના કાર્યક્ર્મને મોકૂફ રાખવામા આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે