નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ત્રણ દિવસ સુધી પાકિસ્તાનની સેનાની કસ્ટડીમાં રહ્યા બાદ આખરે માદરે વતન પાછા ફર્યા છે. શુક્રવારે  રાતે 9.10 કલાકે પાકિસ્તાને વાઘા બોર્ડર પર પાઈલટ અભિનંદનને ભારતને સોપી દીધો. પાકિસ્તાન તરફથી તે વખતે તેમની સાથે આઈએએફ  ગ્રુપ કેપ્ટન જોય થોમસ કુરિયન અને એક મહિલા પણ હતાં. અભિનંદનની વતન વાપસીની સાથે સાથે તેમની સાથે આ મહિલાની હાજરી પણ ખુબ ચર્ચામાં રહી. દરેક વિચારી રહ્યાં હતાં કે આખરે વિંગ કમાન્ડર અભિનંદન સાથે આ મહિલા કોણ હતી અને તેઓ ત્યાં શું કરી રહ્યાં હતાં. એક સમયે તો લોકોને લાગ્યું કે આ મહિલા અભિનંદનના પરિવારની કોઈ સભ્ય તો નથી ને.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે તમને જણાવીએ કે ગઈ કાલે અભિનંદનની વતન વાપસી વખતે તેમની સાથે જે મહિલા જોવા મળી હતી કે ડો. ફરિહા બુગતી હતાં. ડો. બુગતી પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં ભારતીય મામલાઓના ડાઈરેક્ટર છે. 


ભારત સામે F-16નો ઉપયોગ કરી પાકિસ્તાન મુશ્કેલીમાં મૂકાયું, અમેરિકાએ આપ્યો 'મોટો ઝટકો'


કોણ છે આ ડો. ફરિહા બુગતી
ડો.બુગતી એફએસપી છે, આ પદ ભારતમાં આઈએફએસ બરાબર છે. ડો. ફરિહા બુગતી બોર્ડર પર સતત કમાન્ડર અભિનંદન સાથે જોવા મળ્યા હતાં. વાત જાણે એમ છે કે ડોક્ટર ફરિહા બુગતી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં ભારત મામલાના ડાઈરેક્ટર છે. આવામાં તેમની જ દેખરેખમાં કમાન્ડર અભિનંદનને લાવવામાં આવ્યાં અને ભારતને સોંપવામાં આવ્યાં. 


પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવના મામલામાં પણ સંભાળ લેવામાં પાકિસ્તાનના મુખ્ય અધિકારીઓમાં બુગતી પણ સામેલ છે. ગત વર્ષે જાધવના માતા અને પત્ની જ્યારે તેમને મળવા માટે પાકિસ્તાન પહોંચ્યા હતાં ત્યારે પણ ડો. બુગતી તેમની સાથે હતાં. 


આન બાન શાન સાથે વતન પાછા ફર્યા અભિનંદન
એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવારે રાતે 9.10 કલાકે વાઘા બોર્ડર દ્વારા ભારત પાછા ફર્યાં. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હતાં. 


પુલવામાના આરોપી મસૂદને બચાવવા પાકિસ્તાનના ધમપછાડા, વિદેશ મંત્રીએ જાહેરમાં કહ્યું- 'જૈશ જવાબદાર નથી'


ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનો પોતાના મિશનને અંજામ આપીને હેમખેમ પાછા ફરી ગયા હતાં. પાકિસ્તાન હજુ કઈ સમજે અને કાર્યવાહી કરે તે પહેલા તો વિમાનો ઘરભેગા થઈ ગયા હતાં. ત્યારબાદ પાકિસ્તાને હડબડીમાં ભારતીય એરસ્પેસ ઓળંગી હતી. 


પાકિસ્તાનના એફ 16 ફાઈટર વિમાનો ભારતની એરસ્પેસ ઓળંગીને ભારતીય સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવાની કોશિશ કરી રહ્યાં હતાં પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનોએ તેમને ખદેડી મૂક્યા અને વિંગ કમાન્ડર અભિનંદને મિગ 21 દ્વારા એક એફ 16 તોડી પણ પાડ્યુ હતું. આ દરમિયાન તેમનું વિમાન પણ ક્રેશ થઈ ગયું અને તેઓ પીઓકે પહોંચી ગયા હતાં. પાકિસ્તાને તેમને કસ્ટડીમાં લીધા હતાં. 


વિદેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...