Weird Business of Woman: પૈસા કમાવવા માટે લોકો શું શું નથી કરતા. અનેકવાર પરંપરાગત તો કેટલીકવાર બિન પરંપરાગત ચીજોને સ્કોપ શોધે છે. આવો જ એક અજીબોગરીબ બિઝનેસ કરતી એક મહિલા વિશે ખાસ જાણો. જેના વિશે જાણીને તમે અચંબિત થઈ જશો. કારણ કે આ અગાઉ તમે ક્યારેય તેના વિશે કદાચ સાંભળીયું નહીં હોય. ઘરેણા ડિઝાઈન કરતી આ મહિલાએ અનોખો બિઝનેસ લોન્ચ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો પોતાના જીવનની અનેક યાદગાર ચીજો બનાવવા માંગે છે. જેમ કે તમે મહિલાઓને બાળકોની નાળમાંથી ચીજો બનાવડાવતા જોઈ હશે, કેટલીક મહિલાઓ બ્રેસ્ટ મિલ્કમાંથી પણ જ્વેલરી બનાવડાવે છે. હવે આવો જ એક નવો બિઝનેસ સામે આવ્યો છે. અમાન્ડા બૂથ નામની મહિલા પુરુષોના વીર્યમાંથી તેમના માટે યાદગાર વસ્તુઓ બનાવે છે. કસ્ટમર તેને શો પીસ તરીકે ઉપયોગમાં લે છે. 


સીમેનમાંથી કિંમતી વસ્તુઓ
અમાન્ડા  બૂથ એક જ્વેલરી ડિઝાઈનર છે અને Jizzy Jewellery નામની પોતાની બ્રાન્ડ ચલાવે છે. તેમાં તે પુરુષોના સીમેનનો ઉપયોગ કરે છે. 33 વર્ષની અમાન્ડા દુનિયાભરના ગ્રાહકોના સીમેન મંગાવીને તેને પહેલા તો સૂકવી દે છે અને પછી તે પાઉડરને ક્લે સાથે ભેળવીને તેના મોતી તૈયાર કરે છે. આ પીસીસ તે 6 હજારથી લઈને 18 હજાર સુધીમાં વેચે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બિઝનેસથી તે દર વર્ષે લગભગ અઢી કરોડ રૂપિયા કમાણી કરે છે. 


જ્યારે હનુમાનજીની મૂર્તિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા! દર્શન માટે ઉમટી ભીડ


10 કિલ્લા જ્યાં થાય છે પેરાનોર્મલ એક્ટિવિટી, અંધારુ થયા પછી અહીંયા કોઈ જતું નથી


આત્મસન્માનવાળી કોઈ પણ મહિલા દુષ્કર્મની ખોટી કહાની ઘડી શકે નહીં: હાઈકોર્ટ


સીમેનથી બનાવે છે શો પીસ
ટિકટોક પર અમાન્ડાએ પોતાના શોપીસ અને જ્વેલરીનો એક વીડિયો નાખ્યો હતો જેને 9 લાખથી વધુ લાઈક્સ મળી. તેણે જણાવ્યું કે ગ્રાહકોએ તેને સીમેન મોકલ્યા હતા જેને સૂકવીને પાઉડર બનાવવામાં આવ્યો અને પછી તેને ક્લે સાથે ભેળવીને એક મોટો ઈંડા જેવો શોપીસ તૈયાર કરવામાં આવ્યો. લોકો તેને જોઈને ચોંકી ગયા અને અનેક યૂઝર્સે મજાક પણ બનાવી. 


જો કે અમાન્ડા ફક્ત સીમેન અને બ્રેસ્ટ મીલ્કથી જ જ્વેલરી નથી બનાવતી. તે મરેલા લોકોની રાખને પણ ખુબસુરત પીસમાં ફેરવી શકે છે. ઓગસ્ટ 2022માં શરૂ કરાયેલો આ બિઝનેસ સારો એવો નફો રળી આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube