લંડન: બ્રિટનમાં સંબંધોનો એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ગ્લુસ્ટરશાયરની એક મહિલાએ તેનો બોયફ્રેન્ડ માતા સાથે ભાગી જતા બોયફ્રેન્ડના પિતા સાથે લગ્ન કરી લીધા. જ્યારે લોકોએ વાંધો ઉઠાવ્યો તો તેણે જે જવાબ આપ્યો તે ખુબ જ ચોંકાવનારો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર કહ્યું કે મારા બોયફ્રેન્ડના માતાનું મૃત્યુ થઈ ગયું હતું. હું નહતી ઈચ્છતી કે તેના પિતા દુ:ખી થાય, આથી મેં તેના પિતા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેનાથી મારા બોયફ્રેન્ડને ફરીથી તેની માતા મળી ગઈ. ટિકટોક પર અનેક લોકોએ આ મહિલાના વખાણ પણ કર્યા. અનેક તો એવા પણ હતા  જે આ નિર્ણયથી સ્તબ્ધ થઈ ગયા. 


પાછળથી ખબર પડી કે હકીકતમાં 24 વર્ષની ગર્ભવતી જેસ એલ્ડ્રિઝનો બોયફ્રેન્ડ રયાન શેલ્ટન યુવતીની માતા સાથે ભાગી ગયો હતો. ત્યારબાદ જેસે રયાનના પિતા સાથે ગ્લુસ્ટરશાયરમાં લગ્ન કરી લીધા. રયાન શેલ્ટન કોરોના મહામારીના કારણે તેની ગર્લફ્રેન્ડ જેસની માતા જોર્જીના અને તેના પિતા એરિક સાથે ગ્લુસ્ટરશાયરમાં ઘણો સમય એક જ ઘરમાં રહ્યો હતો. જેસને પહેલેથી જ તેની માતા અને બોયફ્રેન્ડ વચ્ચે કઈંક રંધાતું હોવાનો શક હતો. 


'MS Dhoni નામ નથી ઈમોશન છે' ધોનીને રમતો જોઈને આ બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, Video વાયરલ


નવ મહિના બાદ જેસ જ્યારે હોસ્પિટલથી બોયફ્રેન્ડના બાળકને જન્મ આપીને પાછી ફરી તો તેની માતા રયાન સાથે ભાગી ગઈ હતી. જેસની માતાએ તેને કહ્યું કે આપણે એ નક્કી નથી કરી શકતા કે આપણે કોને પ્રેમ કરીએ છીએ. જેસે કહ્યું કે હું હજુ પણ એ વાતથી નારાજ છું કે તેમને એમ લાગે છે કે તેઓ બસ એક સાથે ભાગી શકે છે અને મને બે નાના બાળકોની દેખભાળ કરવા માટે છોડી શકે છે. હું વિશ્વાસ નથી કરી શકતી કે માતાએ હજુ પણ સોરી  કરવાની તસ્દી લીધી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube